તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે દિવસ હળવા વરસાદની આગાહી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૌરાષ્ટ્રઅને તેની આસપાસનાં વિસ્તારમાં સર્જાયેલાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસરોથી અમદાવાદ સહહિત કચ્છ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યાં હતા. ખાસ કરીને રાજ્યનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં 6થી 14 મીમી સુધીનો વરસાદ પડ્યો હતો. મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો ઘટીને 31થી 32 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો.

સોમવારે અમદાવાદમાં સવારથી વાદળછાયા વાતાવરણ બાદ સાંજનાં 3.30 કલાકે આકાશમાં કાળા વાદળો ઘેરાયા બાદ વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતા. અમદાવાદનું મહત્તમ તાપમાન 33.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.1 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે દિવસ દરમિયાન લોકોએ સામાન્ય બફારાનો અનુભવ કર્યો હતો. જો કે, આગામી 20 અને 21મી જુલાઇનાં રોજ અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યકત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો