તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વિદ્યાર્થી મહિને એકવાર આવે, તોય 100% હાજરી બતાવતી સ્કૂલોનો મુદ્દો હાઇકોર્ટમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થી મહિને એકવાર આવે, તોય 100% હાજરી બતાવતી સ્કૂલોનો મુદ્દો હાઇકોર્ટમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યમાંગેરકાયદે કોલેજની જેમ ગેરકાયદે શાળાઓ પણ ચાલે છે એટલું નહીં પરતું તેમની સામે કોઇ રોકટોક નહીં હોવાની રજૂઆતને ધ્યાને લઇ ચીફ જસ્ટિસની ખંડપીઠે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ સહિત અન્યોને નોટિસ પાઠવી કેસની વધુ સુનાવણી 3 સપ્તાહ પછી રાખી છે. શાળાઓ દ્વારા મંજૂરી મળ્યા બાદ કેટલીક ગેરરીતિ ચાલતી હોવાની રજૂઆત થઇ હતી.

રાજ્યમાં કેટલીક શાળાઓ એવી છે જેમાં વિદ્યાર્થી મહિને માંડ એક-બે વખત આવે તોય તેની 100 ટકા હાજરી પૂરાઈ જાય છે. વિદ્યાર્થીઓ સીધા કોચિંગ ક્લાસમાં જઇને અભ્યાસ કરતા હોવાથી સમાજમાં બે પ્રકારના વિદ્યાર્થીઓ ઊભા થઇ રહ્યા છે. તેમજ આવી શાળાઓને મંજૂરી પણ મળી છે માટે ગેરકાયદે પ્રવૃત્તિઓ પર રોક લગાવવાની માગ કરવામાં આવે છે. મુદ્દે ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વિપુલ પંચોલીની ખંડપીઠે શિક્ષણ સચિવ સહિત અન્યોને નોટિસ પાઠવી છે.

ખેમચંદ કોષ્ઠીએ કરેલી જાહેરહિતની રિટમાં અગાઉ કેટલીક કોલેજ કોઇ યુનિવર્સિટી સાથે જોડાણ નહીં ધરાવતી હોવા છતાં પણ એડ્મિશન આપતી હોવાની રજૂઆત કરાઇ હતી. કેટલીક સ્કૂલો પણ રીતે એડમિશન આપે છે. અગાઉ રાજ્ય સરકારે તમામ યુનિવર્સિટીને પરિપત્રથી જાણ કરી તેમના કાર્યક્ષેત્રમાં રીતે ચાલતી કોઇપણ કોલેજોને બંધ કરાવવા અને જો ચાલતી હોય તો તેમની જવાબદારી થશે તેવી જાણ કરી હતી. જોકે શાળાઓ માટે કોઇ સૂચન આપ્યા હતા. જે બાબતે આજે રજૂઆત કરવામાં આવતા કોર્ટે રાજ્ય સરકારને મામલે નોટિસ પાઠવી કેસની વધુ સુનાવણી આગામી 3 સપ્તાહ બાદ પર મુલતવી રાખી છે.

સ્કૂલને ફી મળી એટલે પત્યું

સામાન્યરીતે કેટલાક કોચિંગ ક્લાસ સાથે શાળાઓનું ટાઇઅપ હોય છે. આવા કોચિંગ ક્લાસમાં જતાં વિદ્યાર્થીઓ ચોક્કસ શાળામાં પ્રવેશ મેળવે છે. તેઓ મહિનામાં એક કે બે વખત શાળામાં હાજરી આપે છે. બાકીના દિવસોમાં માત્ર કોચિંગ ક્લાસમાં શિક્ષણ મેળવે છે. શાળાઓ આવા વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી તેની હાજરી પૂરી બતાવે છે. ત્યારે બીજી તરફ ચોક્કસ કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. ખાસ કરીને ધોરણ-12ના તેમજ બી ગૃપના વિદ્યાર્થીઓ આવી શાળાઓમાં સવલતો મેળવતા હોય છે. અને સવલતો બદલ શાળાને પણ ચોક્કસ ફી મળી જતી હોય છે.

હાઇકોર્ટે શિક્ષણ સચિવને નોટિસ ફટકારી, 3 સપ્તાહ પછી વધુ સુનાવણી

કોચિંગ ક્લાસ સાથે મિલીભગત કરનારી સ્કૂલો સામે પગલાંની માગણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો