તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • CA ફાઈનલમાં શહેરનો યશ ગોયલ દેશમાં ત્રીજો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CA ફાઈનલમાં શહેરનો યશ ગોયલ દેશમાં ત્રીજો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ઈન્સ્ટિટ્યૂટઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા ગત મે મહિનામાં લેવાયે લી સીએ ફાઈનલ પરીક્ષાના શનિવારે જાહેર કરાયેલા પરિણામમાં અમદાવાદના વિદ્યાર્થી યશ ગોયલે ઓલ ઈન્ડિયા લેવલ પર ત્રીજો રેન્ક મેળવ્યો છે. અમદાવાદ સેન્ટરનું બન્ને ગ્રૂપની પરીક્ષાનું 15.75 ટકા પરિણામ ઘોષિત કરવામાં આવ્યુ છે. જ્યારે ઓલ ઇન્ડિયા લેવલનુ બન્ને ગ્રૂપની પરીક્ષાનું 11.36 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામમાં ઓલ ઇન્ડિયા લેવલ પર ટોપ 50માં 9 વિદ્યાર્થીઓ ઝળક્યા છે. જેમાં ટોપ થ્રીમાં ત્રીજો રેન્ક યશ ગોયલે મેળવ્યો છે. જ્યારે ઓલ ઈન્ડિયા લેવલ પર પ્રથમ રેન્ક તામિલનાડુના સેનમ શહેરના શ્રી રામ એલે મેળવ્યો છે.જ્યારે દ્વિતીય રેન્ક કંથેડી નાગાએ મેળવ્યો છે.

અમદાવાદ સેન્ટરનું પરિણામ નવેમ્બરના 8.07 ટકાની તુલનાએ 7.68 ટકા વધારે આવ્યું છે. જ્યારે ઓલ ઈન્ડિયા લેવલનું પરિણામ નવેમ્બરની પરીક્ષાના જાહેર કરાયેલા 5.75 ટકા પરિણામની તુલનાએ 5.61 ટકા વધારે આવ્યું છે. સીએ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે નવેમ્બરમાં લેવાયેલી સીએ ફાઈનલની અમદાવાદ સેન્ટરની બન્ને ગ્રૂપની પરીક્ષા આપવા માટે કુલ 1733 વિદ્યાર્થીઓ બેઠા હતા. જે પૈકીના 273 વિદ્યાર્થીઓ પાસ થતા બન્ને ગ્રૂપની પરીક્ષાનું 15.75 ટકા પરિણામ આવ્યું છે.

જ્યારે ગ્રૂપ એકની પરીક્ષા કુલ 2877 વિદ્યાર્થીઓએ આપી હતી,જેમાં 746 વિદ્યાર્થીઓ પાસ થતાં 25.93 ટકા પરિણામ જાહેર થયું છે. બીજી તરફ ગ્રૂપ બેની પરીક્ષા આપનારા 2900 વિદ્યાર્થીઓમાંથી 643 વિદ્યાર્થીઓ પાસ થતા 22.17 ટકા પરિણામ બહાર પડ્યું છે.

જ્યારે ઓલ ઈન્ડિયા લેવલની નવેમ્બરમાં લેવાયેલી સીએ ફાઈનલની પરીક્ષામાં બન્ને ગ્રૂપની પરીક્ષા આપવા માટે કુલ 40180 વિદ્યાર્થીઓ બેઠા હતા. જે પૈકીના 4565 વિદ્યાર્થીઓ પાસ થતા બંન્ને ગ્રૂપની પરીક્ષાનું 11.36ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ગ્રૂપ એકની પરીક્ષા કુલ 37194 વિદ્યાર્થીઓએ આપી હતી,જેમાં 5382 વિદ્યાર્થીઓ પાસ થતાં 14.47 ટકા પરિણામ જાહેર થયું છે. બીજી તરફ ગ્રૂપ બેની પરીક્ષા આપનારા 36906 વિદ્યાર્થીઓમાંથી 7864 વિદ્યાર્થીઓ પાસ થતા 21.31 ટકા પરિણામ બહાર પડ્યું છે.

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના અને એમાં પણ ખાસ કરીને અમદાવાદના વિદ્યાર્થીઓ સીએ ફાઈનલમાં ઓલ ઈન્ડિયા લેવલે સારી એવી સફળતા મેળવી રહ્યા છે. વિદ્યાર્થીઓમાં જાગૃતિ વધતા કપરી ગણાતી સીએની પરીક્ષામાં સફળતાની ટકાવારી પણ ઊંચે ગઈ છે. ભૂતકાળની સરખામણીએ હવે કોચિંગનું સ્તર પણ સુધર્યું છે.

યશ ગોયલ

વિદ્યાર્થી રેન્ક

યશગોયલ 3

પંકજસહેવાલ 24

આકાશમહેતા 24

પ્રદીપઠક્કર 34

અે.પુલાવવાલા 44

મીતશાહ 46

શૈશવશેઠ 48

પૂજનશાહ 49

મોઈઝડી 38

અમદાવાદ સેન્ટરનું 15.75 ટકા પરિણામ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો