તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ રિપોર્ટર | અમદાવાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર | અમદાવાદ

‘માતે મા બીજા બધા વગડાના વા’ કહેવતને ખોટી સાબિત કરતી ઘટના ઓઢવમાં બની છે. ઓઢવના અર્બન હેલ્થ સેન્ટરમાં આશા વર્કર તરીકે કામ કરતી પરિણીતાને હેલ્થ સેન્ટરના સુપરવાઈઝર સાથે પ્રેમ થતાં પતિ અને સંતાનોને છોડી પ્રેમી સાથે ભાગી ગઈે.

પરિણીતાએ તેના માતા-પિતાને એવી ફરિયાદ કરી હતી કે ‘બાળલગ્ન થયા હોવાથી પતિ ગમતો નથી અને બે સંતાનો પણ મારા નથી.’ પરિણીતાને 10 અને 7 વર્ષના બે સંતાન હોવા છતાં તેના આવા કડવા શબ્દોથી ખુદ તેના માતા-પિતા અવાક થઈ ગયા હતા. મહિલાના માતા-પિતાએ પણ સ્વીકાર્યું કે દીકરી તેમના કહ્યામાં રહી નથી. આખરે તેમણે જમાઈને સાથ આપ્યો. સમગ્ર ઘટના અંગે ઓઢવ પોલીસમાં અરજી કરાઈ છે.

ઓઢવમાં 4 વર્ષથી સાસુ-સસરા સાથે રહેતા ભીખાલાલ આચાર્ય (36)ના જણાવ્યા અનુસાર, તેમના લગ્ન સાવિત્રી (32) સાથે થયા હતા. ભીખાલાલ અને સાવિત્રીને 10 વર્ષનો પુત્ર અને 7 વર્ષની પુત્રી છે. ભીખાલાલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. 3 વર્ષ પહેલા સાવિત્રીબેને ઓઢવના અર્બન હેલ્થ સેન્ટરમાં આશા વર્કર તરીકે નોકરી શરૂ કરી હતી. અહીં અર્બન હેલ્થ સેન્ટરના સુપરવાઈઝર અશોક પટેલ સાથે સાવિત્રીની આંખ મળી ગઈ હતી. સાવિત્રી અને અશોક અવાર-નવાર હેલ્થ સેન્ટરની ઓફિસનો સમય પૂરો થયા બાદ ઓફિસમાં એકાંતની પળો માણતા હતા.

જોકે અંગે ઓફિસના પટાવાળા અને અન્ય કર્મચારીઓને જાણ થતા અશોકને સસ્પેન્ડ થયો. ભીખાલાલને પત્ની સાવિત્રીના મોબાઈલમાં વાંધાજનક મેસેજ અને વાતચીતના રેકોર્ડિંગ મળતા સાવિત્રીની નોકરી બંધ કરાવી હતી. થોડા સમય બાદ આશા વર્કર બહેનોએ ભીખાલાલને મનાવી સાવિત્રીને ફરીથી નોકરીએ મોકલવા સમજાવ્યા. થોડો સમય પછી સાવિત્રી નોકરીના બહાને હોટલ કે રેસ્ટોરાંમાં પ્રેમી અશોકને મળતી હતી. અશોક અપરણીત છે અને પૈસા ટકે સુખી હોવાથી તેણે સાવિત્રીને છૂટાછેડા લેવાની સલાહ આપી. અશોકે સાવિત્રીને રૂ.5 લાખ આપી કહ્યું, રૂપિયા ભીખાલાલને આપી છૂટી થઈ જા. (પાત્રોના નામ બદલ્યા છે)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો