• Gujarati News
  • National
  • ચાંડક કેસ : SOGએ મેટ્રો કોર્ટમાં આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ કરી

ચાંડક કેસ : SOGએ મેટ્રો કોર્ટમાં આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ કરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આસારામસામે જંગે ચઢનારા પૂર્વ સાધક રાજુ ચાંડક પર જીવલેણ હુમલો કરવાના કેસની તપાસ પૂરી કરી એસઓજીએ ફોજદારી કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એચ.એચ.ગાંધી સમક્ષ ચાર્જશીટ રજૂ કરી છે. પોલીસે ચાર્જશીટ સાથે મુદ્દામાલ રજૂ કરતાં કોર્ટે એસઓજીને નોટિસ જારી કરતાં બે દિવસમાં મુદ્દામાલ રજૂ કરવાના નિર્દેશ જારી કર્યા છે.

અંગેની પ્રાપ્ત વિગતોમાં, દીપેશ અભિષેક અપમૃત્યુ કેસ બાદ મોટેરા આશ્રમના આસારામ સામે જંગ છેડનારા સાધક રાજુ ચાંડક પર સાબરમતી વિસ્તારમાં જીવલેણ હુમલો કરાયો હતો. કેસની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે હાથ ધરીને શાર્પ શૂટર કાર્તિક પંડ્યા અને આસારામ આશ્રમના જે તે સમયના સંચાલક કે.ડી. પટેલની ધરપકડ કરી હતી. સમગ્ર મામલાની તપાસમાં રાજુ ચાંડક પર જીવલેણ હુમલો કરવા માટે આસારામે કે.ડી.પટેલે એક લાખ રૂપિયા આપ્યા હતા. તે તપાસના આધારે એસઓજીએ તપાસ પૂરી કરી આસારામને ફરાર આરોપીઓ દર્શાવીને ફોજદારી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. પોલીસે રજૂ કરેલી 500 પેઇજની ચાર્જશીટમાં 30 સાક્ષી અને મહત્વના દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કર્યા છે. પોલીસે કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટ સાથે કોર્ટમાં મુદ્દામાલ રજૂ કર્યો હતો. જેના પગલે મુદ્દામાલ અંગેની પૃચ્છા કરતાં કોર્ટે બે દિવસમાં એસઓજીને મુદ્દામાલ રજૂ કરવાના નિર્દેશ જારી કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આશ્રમના જે તે સમયના સંચાલક એવા કે.ડી.પટેલે પોલીસ તેની ધરપકડ કરશે તેવી દહેશતના પગલે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જો કે, કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દેતાં કે.ડી.પટેલે ફોજદારી કોર્ટમાં શરણાગતિ સ્વીકારી હતી.

અન્ય સમાચારો પણ છે...