• Gujarati News
  • National
  • કોમર્સના બે હજાર વિદ્યાર્થી માટે વેરિફિકેશનનો આજે છેલ્લો દિવસ

કોમર્સના બે હજાર વિદ્યાર્થી માટે વેરિફિકેશનનો આજે છેલ્લો દિવસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર . અમદાવાદ

ગુજરાતયુનિવર્સિટીની કોમર્સ વિદ્યાશાખાની 28,000થી વધુ બેઠકો પરની પ્રવેશ કાર્યવાહીના ભાગરૂપે ગુરુવારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની જાહેરાત કરાઈ હતી. ટેકનિકલ કારણોસર જરૂરી ડોક્યુમેન્ટ્સની ચકાસણી નહીં કરાવી શકનારા 2000થી વધુ વિદ્યાર્થીઓને શુક્રવાર સુધીની મુદત આપવામાં આવી છે. મુદત સુધીમાં વેરિફિકેશન કરાવનારા વિદ્યાર્થીઓને 18મી જૂને જાહેર થનારા મોક રાઉન્ડના પરિણામમાં આવરી લેવાશે. વિદ્યાર્થીઓ 20મી જૂનથી 23મી જૂન દરમ્યાન ચોઈસ ફિલિંગ કરાવી શકશે.

એડમિશન કમિટીએ બીકોમ, બીબીએ, બીસીએ, એમબીએ ઈન્ટીગ્રેટેડ, ઈન્ટીગ્રેટેડ લો સહિતની વિવિધ બેઠકો પર પ્રવેશ માટે 31013 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી 28831 વિદ્યાર્થીઓનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થયું છે.

ડિપ્લોમા ઈજનેરીમાં 55368 પિન અપાઈ

ડિપ્લોમાઈજનેરીની બેઠકોની પ્રવેશ કાર્યવાહીમાં ગુરુવાર સુધીમાં કુલ 55368 બુકલેટ-િપન અપાઈ છે, જ્યારે 47561 વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગુરુવારે 1770 બુકલેટ-પિન અપાઈ અને 3511 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. વિદ્યાર્થીઓ 17મી જૂન સુધી બુકલેટ-પિન મેળવીને 18મી જૂન સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે.

M.Sc.સેમેસ્ટર-4નું 80 ટકા પરિણામ

ગુજરાતયુનિવર્સિટીની એપ્રિલ 2016માં લેવાયેલી એમએસસી સેમેસ્ટર-4ની પરીક્ષાનું ગુરુવારે 80 ટકા પરિણામ જાહેર થયું છે. 1025 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જેમાંથી 397એ ફસ્ટ ક્લાસ, 169એ હાયર સેકન્ડ ક્લાસ, 122એ સેકન્ડ ક્લાસ 15 વિદ્યાર્થીઓનો પાસ ક્લાસ મેળવ્યો છે.

18 જૂને મોક રાઉન્ડનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...