ચાર-પાંચ દિવસમાં વરસાદની આગાહી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાંદક્ષિણ-પશ્ચિમી પવનો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજ્યમાં પાંચ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી વટાવી ગયો હતો. આગામી ચાર દિવસ સુધી લોકોએ ગરમી સહન કરવી પડશે. 20મી જૂનથી રાજ્યનાં વાતાવરણમાં પલટો આવવાની સાથે 21મીથી વરસાદનાં આગમનની હવામાન વિભાગની આગાહી છે. ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં દોઢ ડિગ્રી વધીને 40.8 ડિગ્રી અને લઘુતમ તાપમાન 2.0 ડિગ્રી વધીને 29.2 ડિગ્રી નોંધાયુ હતું. જેને કારણે લોકોએ ધૂપછાંવના વાતાવરણ વચ્ચે લોકોએ ગરમી સાથે બફારાનો અનુભવ કર્યો હતો. તેમજ આગામી 20મી જૂનથી અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવવાની સાથે 21મી જૂનથી હળવો વરસાદ કે વરસાદી છાંટા પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...