• Gujarati News
  • National
  • RTO | બાંકડા રિપેરિંગ માટે ગયા, હવે પાછા આવતા નથી

RTO | બાંકડા રિપેરિંગ માટે ગયા, હવે પાછા આવતા નથી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
RTO | બાંકડા રિપેરિંગ માટે ગયા, હવે પાછા આવતા નથી

અમદાવાદ |આરટીઓમાં સિંગલ વિન્ડોમાં લાઈસન્સની કામગીરી માટે રોજના 700થી વધુ અરજદારોને બેસવા માટે બાંકડાની વ્યવસ્થા કરાઈ હતી. બાંકડાના મેઇન્ટેનન્સની જવાબદારી કંપનીની હતી. પરંતુ તૂટેલા બાંકડા કંપની રિપેરિંગ કરાવતી નહતી. દરમિયાન તૂટેલા બાંકડા રિપેરિંગ માટે લઇ જવા ગ્રીમ્કો કંપનીને તાકીદ કરી હતી. બાંકડા રિપેરિંગ માટે તો લઈ જવાયા પરંતુ હજી સુધી બાંકડા પરત આવ્યા નથી. જેના કારણે સિંગલ વિન્ડોમાં અરજદારોને બેસવાની તકલીફ પડે છે. હાલ સ્થિતિ એછે કે સરકારના રૂપિયા ગયા અને રિપેર કરવા લઇ ગયેલા બાંકડા પણ કંપની મોકલાવતી નહીં હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...