• Gujarati News
  • National
  • પાંડેયની નિમણૂકને પડકારતી પિટિશન ચુકાદા પર મુલતવી

પાંડેયની નિમણૂકને પડકારતી પિટિશન ચુકાદા પર મુલતવી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસરકારે ડીજીપી પદે પી. પી. પાંડેયની કરેલી નિયુક્તિ સંપૂર્ણપણે પોલીસ રૂલ્સ પ્રમાણે હોવાની રજૂઆત બુધવારે સરકારે દોહરાવી તેમને કોઈ પ્રમોશન આપ્યું નથી તેમને મળવો જોઈતો પે સ્કેલ આપ્યો છે તથા તેમની સિનિયોરિટીને ધ્યાને લઈ તેમને ઇનચાર્જ તરીકેની ડીજીપી પદે નિયુક્તિ કરવામાં આવી હોવાની રજૂઆત કરાઈ છે. ત્યાર બાદ ચીફ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી. એમ. પંચોલીએ કેસને ચુકાદા પર મુલતવી રાખ્યો છે.

રાજ્ય સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતા બુધવારે ચીફ જસ્ટિસની કોર્ટ સમક્ષ હાજર રહી રજૂઆત કરી હતી કે સરકારે પાંડેયની નિમણૂકમાં સુપ્રીમના કોઈ ચુકાદાનો કે પછી ઓલ ઇન્ડિયા સર્વિસ રૂલની જોગવાઈઓનો ભંગ કર્યો નથી. ડીજીપી પદે તેમની નિમણૂક કાયમી નથી કરાઈ. માત્ર ડીજી તરીકેનો પે ગ્રેડ આપવામાં આવ્યો છે. સિનિયોરિટીને ધ્યાને લઈ પી.પી. પાંડેય નિયુક્ત કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...