• Gujarati News
  • National
  • સતત 4 બોલમાં ચાર વિકેટ પરંતુ હેટ્રિક નહીં

સતત 4 બોલમાં ચાર વિકેટ પરંતુ હેટ્રિક નહીં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રિકેટમાંસતત ત્રણ બોલમાં વિકેટ પડે તો તે હેટ્રિક નોંધાય છે પરંતુ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની ત્રીજી વન-ડેમાં સતત ચાર બોલમાં ચાર વિકેટ પડી હોવા છતાં પણ હેટ્રિક નોંધાઇ નહોતી. હકિકતમાં મામલો બે ઓવરના સતત ચાર બોલમાં વિકેટો પડવાનો છે.

32.5ઓવર : બુમરાહેમરુમા (17)ને બોલ્ડ આઉટ કરી ભારતને સફળતા અપાવી હતી.

32.6ઓવર: બુમરાહેછેલ્લા બોલે ચિગુમ્બુરા (0)ને ધોનીના હાથે કેચઆઉટ કરાવીને ટીમને સતત બીજી સફળતા અપાવી હતી.

33.1ઓવર: અક્ષરેનાખેલા પ્રથમ બોલે વાલેર રનઆઉટ થયો હતો. કવર પર બોલ જતાં વાલેર રન લેવા દોડ્યો હતો પરંતુ સાથીએ તેનો ઇનકાર કરતાં રાહુલે થ્રો ધોની તરફ કર્યો હતો જેણે રનઆઉટ કર્યો હતો.

33.2ઓવર : અક્ષરેબીજા બોલે ક્રેમરને (0)ને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...