• Gujarati News
  • National
  • ત્રિપદા ઈન્ટરનેશનલ સ્કૂલમાં ફી વધારા મુદ્દે વાલીઓનું આવેદન

ત્રિપદા ઈન્ટરનેશનલ સ્કૂલમાં ફી વધારા મુદ્દે વાલીઓનું આવેદન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલીઓનો વિરોધ છતાં સંચાલકોએ બીજા દિવસે પણ પ્રતિભાવ આપ્યો

એજ્યુકેશન રિપોર્ટર. અમદાવાદ

ઘાટલોડિયાનીત્રિપદા ઈન્ટરનેશનલ સ્કૂલમાં જુનિયર કેજી અને સિનિયર કેજીમાં વાર્ષિક ફી રૂ. 24,000થી વધારીને રૂ. 32,000 કરવામાં આવી છે. જેની સામે વિરોધ પ્રદર્શિત કરી રહેલા વાલીઓએ સતત બીજા દિવસે બુધવારે સ્કૂલમાં ફી વધારાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને સ્કૂલના પ્રતિનિધિઓને આવેદનપત્ર આપ્યું હતું. જેના અનુસંધાનમાં સ્કૂલના સત્તાવાળાઓએ વિચારણા કરીને યોગ્ય પ્રતિભાવ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ત્રિપદા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ત્રિપદા ઈન્ટરનેશનલ સ્કૂલમાં ફી વધારા સામે સ્કૂલના વાલીઓમાં ભારોભાર નારાજગી ફેલાઈ છે. જે અંતર્ગત વાલીઓએ બુધવારે સવારે 10થી 12 દરમિયાન સ્કૂલ કેમ્પસમાં આવીને પ્રચંડ વિરોધ પ્રદર્શિત કર્યો હતો, તે પછીથી તેમણે ફી વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગણી સાથેનું આવેદનપત્ર આપ્યું હતું.

અંગે સ્કૂલના વાલી અમિત પંચાલે જણાવ્યું હતું કે,‘બુધવારે પોલીસની ઉપસ્થિતિમાં સ્કૂલના સંચાલકોએ ફી વધારો પાછો ખેંચવા માટેના આવેદનપત્રનો સ્વીકાર કર્યો છે, પરંતુ ફી વધારા અંગે હજી સુધી યોગ્ય પ્રતિભાવ આપ્યો નથી. માત્ર વિચારણા કરીને જણાવશે તેમ આશ્વાસન આપ્યું હતું.’

અંગે સ્કૂલના ટ્રસ્ટી અર્ચિત ભટ્ટનો બાબતે સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...