• Gujarati News
  • National
  • જસ્મિનની બેગમાં 53 લાખ નહીં, કાગળના ડૂચા હતા

જસ્મિનની બેગમાં 53 લાખ નહીં, કાગળના ડૂચા હતા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાંદલોડિયાનીઅમદાવાદ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંકના જે લોકરમાં જસ્મિન રૂપિયા રાખતો હતો તે લોકર તેના મામા ઈલેશ પટેલનું હતું. જેથી લોકર ઓપરેટ કરવા માટે તે અવાર નવાર તેના મામાને સાથે લઈને જતો હતો. બુધવારે પણ જસ્મિન તેના મામાની સાથે બેંકમાં ગયો હતો. પરંતુ જસ્મિન સારી રીતે જાણ તો હતો કે તેના પિતાએ આપેલા રૂપિયા લોકરમાં હતા નહીં કારણ કે તે રૂપિયા વડે તો તેણે પોતાનું 50 લાખથી વધુનું દેવું ચૂકતે કર્યું હતું. કારણથી તેણે બેંકમાંથી થેલામાં કાગળના ડૂચા ભરીને બહાર આવ્યો હતો. ત્યાંથી તેના મામા નીકળી ગયા હતા. જ્યારે જસ્મિન ઓફિસે જવાનું કહી નીકળ્યો હતો.

બળદેવભાઈ અને તેમના ભાઈ કનુભાઈ અવિરત બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના નામથી ધંધો કરે છે. તેમને ધંધા માટે રૂપિયાની જરૂર હોવાથી બે દિવસ પહેલા જસ્મિનને લોકરમાંથી રૂપિયા લઈ આવવા જણાવ્યું હતું. પરંતુ તે પૈસા લાવ્યો હતો. જેથી બુધવારે સવારે બળદેવભાઈએ રૂપિયા લઈ આવવા દબાણ કરતા જસ્મિને પિતાના ઠપકાથી બચવા લૂંટનું તરકટ રચ્યું હતું.

ઝોન 1 ડીસીપી બિપીન આહિરેએ જણાવ્યું હતું કે, જસ્મિને કરેલી લૂંંટની જાહેરાત બાદ તપાસ શરૂ કરતા સીસીટીવી કેમેરામાં તે એકલો ગાડીમાં જતો હોવાનું દેખાયું હતું. તેમજ તેણે ડાબા હાથે થયેલી બે ઈજા પ્રથમ દ્રષ્ટિએ જોતા તે જાતે કરી હોવાનું લાગતું હતું. જ્યારે ઘટના સ્થળે એફએસએલની ટીમ સાથે તપાસ કરતા ખરેખર આવી કોઈ ઘટના બની નહીં હોવાનું પુરવાર થયું હતું. તેથી જસ્મિનની ઊલટ તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં સાંજે સાડા સાત વાગે જસ્મીને જાતે લૂંટનું તરકટ રચ્યું હોવાની કબૂલાત કરી હતી. જસ્મિને પોલીસને ગેરમાર્ગે દોરવા પોતાના મોબાઈલ-લેપટોપને સ્ક્રેચ કરી રોડની સાઈડે મૂક્યા હતા અને પોતાની જાતે શરીરે ઈજાઓ પહોંચાડી હતી.

બે મહિના અગાઉ રમાયેલી આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર તે મોટા પ્રમાણમાં ક્રિકેટ સટ્ટો રમ્યો હતો. જોકે શરૂઆતમાં તે રૂ.8 થી 10 લાખ જીત્યો હતો. જેના કારણે સટ્ટાની લત વધારે લાગતા તેણે રમવાનું ચાલુ રાખ્યું હતું, અને બે મહિનામાં રૂ. 50 લાખ કરતા પણ વધારે હારી ગયો હતો. પોલીસને શંકા છે કે જસ્મિનને સટ્ટાની લત લાગી ગઈ હતી.

જસ્મિનફરિયાદી હોવાથી તેનું નિવેદન લઈ તેને જવા દેવાશે

લૂંટનીતરકટની ઘટનામાં ફરિયાદી આરોપી નીકળતા અંગે જસ્મિન વિરુદ્ધ કોઈ પગલા લેવાશે કે નહીં તે અંગે ઝોન 1 ડીસીપી બિપીન આહિરે જણાવ્યું હતું કે, અંગે અમે કોર્ટમાં રિપોર્ટ કરીશું જેના આધારે કોર્ટ તેણે સજા આપશે. અમે તો તેનું નિવેદન સહિતની કાર્યવાહી પૂરી કરીને હાલમાં તેણે જવા દઈશું.

લૂંટની સમગ્ર ઘટનાનું જસ્મિનને જે રીતે વર્ણન કર્યું હતું તે મુજબ પોલીસે રિકન્સ્ટ્રકશન કરી ઘટનાનો તાગ મેળવ્યો હતો.} ભાસ્કર

અકસ્માત-લુટારુ આવ્યા હોવાની વાત પણ ઊપજાવી

^પોલીસે જ્યારે જસ્મિનની સઘન પૂછપરછ શરૂ કરી ત્યારે તેણે કબૂલ્યું કે તેની ગાડી સાથે કોઈ અકસ્માત થયો નથી, તેમજ તેનું કોઈએ અપહરણ કર્યું નથી, કે રૂપિયા લૂંટ્યા નથી. તેની પાસે તો રૂપિયા હતા નહીં. જ્યારે લેપટોપ અને મોબાઈલ તેણે રોડની સાઈડમાં મૂકી દીધા હતા. અને ઈજાઓ પણ જાતે કરી હતી. > ડી.વી.રાણા,પીઆઈ,સોલાહાઈકોર્ટ

ત્રણ દિવસ સુધી પિતાએ નાણાંની ઉઘરાણી કરી, પણ લોકરમાં પૈસા તો હતા નહીં એટલે લૂંટનું નાટક કર્યું

અન્ય સમાચારો પણ છે...