• Gujarati News
  • National
  • વિરમગામ કોંગ્રેસમાં રોષ સપાટીએ

વિરમગામ કોંગ્રેસમાં રોષ સપાટીએ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રદેશ નેતાગીરી ધારાસભ્યને ગણકારતી હતી: ડો. તેજશ્રીબેન પટેલ


વિરમગામપંથકમાં અવિતરત વરસાદના પૂરમાં જાણે કોંગ્રેસ પણ તણાઇ છે. પ્રદેશના નેતાઓ ધારાસભ્યને પણ નહીં ગણકારતા ધારાસભ્ય ડો. તેજશ્રીબેન પટેલે રાજીનામું આપ્યું છે. ધારાસભ્ય ઉપરાંત અનેક કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાય તેવી શકયતાનો ગણગણાટ ઉભો થયો છે. સ્થાનિક કોંગ્રસમાં લાંબા સમયથી પ્રવર્તતો આંતરિક અસંતોષ સપાટી પર આવી ગયો છે. વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા કોંગ્રેસને છોડયા બાદ અનેક અટકળો વહેતી થઇ હતી. તો કોંગ્રેસના કેટલાક ધારાસભ્ય રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટીંગ કર્યું હોવાની ચર્ચા વહેતી થઇ હતી. દરમિયાન વિરમગામ મત વિસ્તારના ધારાસભ્ય ડો. તેજશ્રીબેન પટેલ પણ ચર્ચામાં હતા. જોકે તેઓ કોંગ્રેસ છોડશે તેવી અટકળોનો અંત આવ્યો છે. ડો. તેજશ્રીબેનેરાજીનામું આપતા વિરમગામના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

સત્તાની લાલચે ભાજપમાં જોડાયા છે: જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ખોડાજી ઠાકોર

2007માંવિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા. છતાં તેઓને 2012માં કોંગ્રેસ પક્ષ દ્વારા બીજી ટર્મ ટીકીટ આપી હતી. જિલ્લા તાલુકા પંચાયત કે સંગઠનની બાબતમાં તેઓનો તમામ રીતે અભિપ્રાય લેવામાં આવતો હતો પરંતુ સત્તાની લાલચે પોતાના અંગત સ્વાર્થ માટે પ્રજાની કે કોંગ્રેસ પક્ષની ચિંતા કરી નથી. છેલ્લા કેટલાક સમયથી તેઓ ભાજપ સાથે વિવિધ બાબતે ગંઠબંધન કરી રહ્યા હતા. અમદાવાદ જિ. પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવારી જીત્યા હતા તેવી રીતે વખતે પણ વધુ સારી લીડથી કોંગ્રેસના ઉમેદવાર વિજયી બનશે. વિરમગામ, માંડલ અને દેત્રોજ- રામપુરા તાલુકો હંમેશા કોંગ્રેસ તરફી રહ્યો છે. તેઓના જવા કોંગ્રેસને નુકસાન નહીં પણ ફાયદો થશે.

વિરમગામ ધારાસભ્ય ડો. તેજશ્રીબેન પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પ્રદેશની નેતાગીરી દ્વારા સતત અવગણના થતી હતી. જિલ્લા તાલુકામાં સંગઠનમાં નિમણુક સહિતની બાબતોમાં ધારાસભ્યની અવગણના થતી હતી. જિલ્લા કોંગ્રેસના પ્રમુખનું સાંભળવામાં આવતુ હતું પરંતુ ધારાસભ્યની અવગણના થતી હતી. તમામ બાબતોને ધ્યાનમાં લઇ પગલુ ભર્યું છે.

ડો. તેજશ્રીબેનનું રાજીનામું : અવિતરત વરસાદના પૂરમાં સ્થાનિક પક્ષ તણાયો

કાર્યકર્તાઓમાં છુપો રોષ : નજીકના દિવસોમાં નવા-જૂની થવાના એંધાણ

અન્ય સમાચારો પણ છે...