• Gujarati News
  • National
  • વરસાદે વ્યવસ્થા ખોરવી : દર્દીઓની ચાદર 4 દિવસે બદલાય છે

વરસાદે વ્યવસ્થા ખોરવી : દર્દીઓની ચાદર 4 દિવસે બદલાય છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મ્યુનિસિપલકોર્પોરેશને અમદાવાદને જે રીતે વરસાદ ભરોસે મૂકી દીધું છે, તેવું તેના હસ્તકની હૉસ્પિટલોએ દર્દીઓ સાથે કર્યું છે. શારદાબેન, એલ. જી. અને વી. એસ. હૉસ્પિટલમાં દર્દીઓની બેડશીટ રોજ બદલવાની હોય છે, પરંતુ સતત પડી રહેલા વરસાદમાં બેડશીટ 4 દિવસે બદલાય છે. ચોમાસાંમાં આમેય રોગપ્રતિકારક શક્તિ ઘટતી હોય છે, તેમાં દર્દીઓને ઝડપથી અસર થતી હોવા છતાં નજીવી પરંતુ દર્દીઓ માટે અગત્યની ગણાતી દરકાર હૉસ્પિટલ સત્તાધીશો લેવાનું ચૂક્યા છે.

દર્દીનાં મળમૂત્ર, લોહી, લાળ, થૂંક અને ઘામાંથી લોહી, પરુંનું અન્ય દર્દીને ક્રોસ ઇન્ફેક્શન લાગે તે માટે રોજ ચાદર બદલાય છે. સ્વચ્છ ચાદરો મળે તે માટે એજન્સીને કામગીરી સોંપાય છે. પરંતુ, કોર્પોરેશન સંચાલિત હૉસ્પિટલમાં એક વ્યક્તિને કામગીરી સોંપી દેવાઈ છે. હૉસ્પિટલમાં તમામ બેડશીટ ધોવાય છે અને ત્યાં ખુલ્લી જગ્યા કે શેડ નીચે સુકવાય છે, પણ અઠવાડિયાથી વરસતા વરસાદથી ચાદરો સુકાતી નથી. એટલે 4 દિવસે બદલાતી હોવાથી તેમાંથી દુર્ગંધ મારે છે.

હૉસ્પિટલમાં દર્દીઓની ગંદી અને રોગનાં જંતુઓવાળી બેડશીટ રોજેરોજ બદલવામાં આવે તો વોર્ડમાં સારવાર લેતા અન્ય દર્દીઓ અને સગાંને પણ ઇન્ફેક્શન લાગવાનો ભય રહે છે, છતાં સત્તાધીશો બેદરકારી દાખવે છે.

તકલીફ પડતી નથી

^દર્દીનીચાદરો સહિત અન્ય વસ્તુઓ ધોવા માટે એક માણસ રાખ્યો છે, જે હૉસ્પિટલમાં ચાદરો સહિતની વસ્તુઓ ધોઈને પહોંચાડે છે. પરંતુ, ચોમાસાની સિઝનમાં વધારાના સ્ટોકમાંથી ચાદરો અપાતી હોવાથી તકલીફ પડતી નથી.’ > ડૉ.આર. સી. શાહ, સુપરિન્ટેન્ડેન્ટ,એલ. જી. હૉસ્પિટલ

બેડશીટરોજ બદલવી જોઈએ

^દર્દી-સગાંનેઇન્ફેક્શન લાગે તે માટે ચાદરો સહિતનાં વસ્ત્રો હૉસ્પિટલ બહાર ધોવાવી જોઈએ. અમે તેના માટે ટેન્ડરથી એજન્સીને કોન્ટ્રાક્ટ અાપ્યો છે, જેથી એજન્સી દ્વારા શિયાળો, ઉનાળો અને ચોમાસાંમાં હૉસ્પિટલની બહાર પોતાની જગ્યાએ ચાદરો ધોઈને ડ્રાયર મશીનથી સૂકવીને પહોંચાડે છે.’ > ડૉ.એમ. એમ. પ્રભાકર, સુપરિન્ટેન્ડેન્ટ,સિવિલ હૉસ્પિટલ

એક્સ્ટ્રા સ્ટોક કાઢ્યો છે

^વાતસાચી છે કે, હૉસ્પિટલમાં રોજ ચાદર બદલી શકાય તે માટે અમે કોન્ટ્રાક્ટ આપ્યો છે. વરસાદમાં એકસ્ટ્રા સ્ટોકમાંથી ચાદરો અપાતી હોવાથી કોઈ તકલીફ પડતી નથી.’ > ડૉ.યોગેન્દ્ર મોદી, સુપરિન્ટેન્ડેન્ટ,એલ. જી. હૉસ્પિટલ

ચાદરોરોજ બદલાય છે

^દર્દીનીબેડશીટ ધોવા માટે અમે હૉસ્પિટલમાં વ્યવસ્થા કરી છે અને નિયમિત ચાદરો બદલાય છે, જેથી કોઈ તકલીફ પડતી નથી. જોકે, તેની પાસે ડ્રાયર મશીન છે કે નહીં, તેની જાણ નથી.’ > ડૉ.સંદીપ મલ્હાન, સુપરિન્ટેન્ડેન્ટવી. એસ. હૉસ્પિટલ

વાસ્તવિકતા સામે સુપરિન્ટેન્ડેન્ટ ઢાંકપિછોડો કરે છે

ચાદરો ધોવા માટે હૉસ્પિટલમાં ધોબીઘાટ બનાવ્યો

હૉસ્પિટલ બેડશીટ ખર્ચ

વીએસ3001.50 લાખ

એલજી25050 હજાર

શારદાબેન25050 હજાર

સિવિલ5003 લાખ

અન્ય સમાચારો પણ છે...