તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બાવળામાં દિવ્યાંગતા સર્ટી.નો કેમ્પ યોજાયો

બાવળામાં દિવ્યાંગતા સર્ટી.નો કેમ્પ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળાતાલુકા હેલ્થ ઓફીસ, બાવળા સામુહીક આરોગ્ય કેન્દ્ર તથા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા બાવળાના દિવ્યાંગોને દિવ્યાંગતાની તપાસણી કરી દિવ્યાંગતાનું પ્રમાણપત્ર કાઢી આપવાનો કેમ્પ બાવળા સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયો.

કેમ્પમાં તાલુકાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા લાભાર્થીઓને કેમ્પની જાણકારી આપીને લાવવામાં આવ્યા હતા અને સ્થળ ઉપર દિવ્યાંગતાના પ્રમાણપત્રો અપાયા હતા. દિવ્યાંગતાની ચકાસણી મેડીકલ સાધનો દ્વારા કરવી પડે તેમને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આવવા માટે જાણકારી આપવામાં આવી હતી.કેમ્પમાં જિલ્લા આરસીએચ ડો. સ્વામી કાપડીયા, ઓફીસર વિજય પંડીત, ડો. અલ્પેશ ગાંગાણી, સામુહીક આરોગ્ય કેન્દ્રના સુપ્રીમટેન્ડેન્ટ ડો. કેતુલ અમીન હાજર રહીને માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...