તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • RTO દ્વારા ગેરકાયદેસર રીતે વસૂલાતી વધારાની ફી

RTO દ્વારા ગેરકાયદેસર રીતે વસૂલાતી વધારાની ફી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડિશનલ ફીની કાયદામાં કોઈ જોગવાઇ નથી

મોટર વ્હીકલ એક્ટમાં આવી એડિશનલ ફી ઉઘરાવવાની કોઇ જોગવાઇ નહીં હોવાની પિટિશનમાં રજૂઆત કરવામાં ‌આવી છે. કેસની વિગત એવી છે કે, રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડી આરટીઓની અનેક સેવાઓમાં એડિશનલ ફી લાગુ કરી દેવામાં આવી છે. જે એડિશનલ ફીનું નાગરિકો પર મોટું ભારણ પડી રહ્યું છે ત્યારે તે ભારણ દૂર કરવા માટે હાઇકોર્ટ સમક્ષ માગ કરતી પિટિશન દાખલ કરવામાં આવી છે. જેમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, લાઈસન્સને રિન્યૂ કરાવવાની ફી માત્ર રૂ. 400 છે જ્યારે તેના પર લેટ ફીની એડિશનલ ફી તરીકે રૂ.1000 વધારે લેવામાં આવે છે. તે ઉપરાંત વાહનોના નામ ટ્રાન્સફરમાં ફી તરીકે રૂ. 300 લેવાની જોગવાઇ છે. જો કે તંત્ર દ્વારા પ્રતિદિન 50 લેખે વધારાની રકમ લેવામાં આવી રહી છે. આમ એડિશનલ ફીના નામે મોટી રકમ લેવામાં આવી રહી છે.

જેનો માર સામાન્ય નાગરિકો પર પડી રહ્યો છે. જે અયોગ્ય છે. મોટર વ્હીકલ એક્ટમાં રીતે ફી સિવાયની રકમ લેવાની કોઇ જોગવાઇ કરવામાં આવી નથી, જેથી આરટીઓ દ્વારા ઉઘરાવવામાં આવતી ફી સદંતર ગેરકાયદેસર હોવાથી તેને તત્કાલ અટકાવવી જોઇએ. આરટીઓ રીતે તગડી ફી લઇ શકે નહીં.

અન્ય સમાચારો પણ છે...