તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નોટબંધી: બેંકમાં રોકડ જમા કરાવેલ રકમની વિગત રિટર્નમાં નહીં હોયતો તવાઈ

નોટબંધી: બેંકમાં રોકડ જમા કરાવેલ રકમની વિગત રિટર્નમાં નહીં હોયતો તવાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
5.56 લાખ કરદાતાઓએ વિગતો છુપાવી છે

નોટબંધીના અમલ પછી પ્રથમ તબક્કામાં 17 લાખ કરદાતાઓને નોટિસ અપાઈ હતી. કેન્દ્ર સરકાર ‘ઓપરેશન ક્લીન મની’ ફેઝ-2 અંતર્ગત નોટબંધી દરમિયાન બેંકોમાં રોકડ જમા કરાવવા અંગેની માહિતી રિટર્નમાં નહીં દર્શાવનાર 5.56 લાખ કરદાતાઓને નોટિસ ઈશ્યૂ કરશે. ટેક્સ કન્સલ્ટન્ટ પ્રમોદ પોપટે કહ્યું છે કે, નોટબંધીના પ્રથમ તબક્કામાં 17 લાખ કરાદાતાને નોટિસ અપાઈ હતી અને તે પૈકી 9 લાખ કરદાતાએ ઓનલાઈન જવાબ આપ્યા હતા. બેંકોએ ફાઈનાન્સિયલ સ્ટેટમેન્ટ આઈ.ટી. વિભાગને આપ્યા બાદ ચકાસણી કરાતાં આઈ. ટી. વિભાગના ધ્યાન પર આવ્યું છે કે, 5.56 લાખ કરદાતાઓએ નોટબંધી વખતે બેંકોમાં નાણાં જમા કરાવીને વિગતો રિટર્નમાં દર્શાવી નથી. રૂ. 2 લાખનું રિટર્ન ભર્યું હોય અને રૂ. 10 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવનારા કરદાતા ‘કેશ ટ્રાન્ઝેક્શન 2016’માં જઈને ‘કોમ્પ્લાયન્સ’ સેક્શનમાં રોકડ જમા કરાવવા અંગે સ્પષ્ટતા કરી શકે છે. વર્ષના રિટર્નમાં પણ નોટબંધીમાં રૂ. 2 લાખ જમા કરાવી હોય તો તે કોલમ ભરવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...