તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ડોર ટુ ડોર સૂકો અને ભીનો કચરો એકત્રિત કરવા માટે નવી સિસ્ટમનો પ્રારંભ

ડોર ટુ ડોર સૂકો અને ભીનો કચરો એકત્રિત કરવા માટે નવી સિસ્ટમનો પ્રારંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદનાનાગરિકો માટે ડોર ટુ ડોર ભીના અને સૂકા કચરાને એકત્રિત કરવા માટે નવી સિસ્ટમનો શુક્રવારથી પ્રારંભ કરાયો છે. મેયર ગૌતમ શાહે, નારણપુરા અને ઈસનપુર વોર્ડમાં નવી સિસ્ટમનો પ્રારંભ કર્યો છે. તા. 15 ઓગસ્ટ સુધીમાં શહેરના અન્ય વોર્ડમાં નવી સિસ્ટમનો તબક્કાવાર રીતે અમલ કરાશે.

શહેરમાં 14 લાખ, 33 હજાર રેસિડેન્શિયલ 4 લાખ, 59 હજાર કોમર્શિયલ એકમોમાંથી સૂકો અને ભીનો કચરો એકત્રિત કરવા માટે રૂટ તૈયાર કરાશે. ડોર ટુ ડોર- ગેટ ટુ આરટીએસ પદ્ધતિ હેઠળ સવારે 7થી 1 વાગ્યા સુધી રહેણાંક વિસ્તારમાં અને સાંજે 6થી 9 કોમર્શિયલ એકમોમાંથી કચરાની એકત્રિકરણની કામગીરી પૂરી કરાશે. મેયર ગૌતમ શાહ, ચેરમેન પ્રવીણ પટેલ, હર્ષદ સોલંકી, વગેરેની ઉપસ્થિતિમાં નવી સિસ્ટમ લોન્ચ કરાઈ હતી. નાગરિકો ભીનો અને સૂકો કચરો અલગ અલગ આપી શકે અને તે મુજબ કચરાનું કલેક્શન થઈ શકે તે માટે વાદળી અને લીલા રંગના બંધ બોડીની ડિઝાઈનના વાહનોનો ઉપયોગ કરાશે. ચાલી, ઝૂંપડપટ્ટી, વગેરેમાં પેડલ રિક્ષા મારફતે કચરો એકત્રિત કરાશે.

અન્ય સમાચારો પણ છે...