તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમરાઈવાડીના પ્રેમીયુગલે નદીમાં કૂદી આપઘાત કર્યો

અમરાઈવાડીના પ્રેમીયુગલે નદીમાં કૂદી આપઘાત કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરાઇવાડીમાંએક સોસાયટીમાં રહેતા પ્રેમીયુગલે શુક્રવારે નદીમાં ઝપલાવી આત્મહત્યા કરી લીધી હતી. બન્ને કેટલાય સમયથી એક બીજાના પ્રેમમાં હતા, પરંતુ પરિવાર તેમના લગ્નની વિરુદ્ધ હોઇ તેમણે નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું.

અમરાઇવાડી ભવાનીનગરમાં રહેતી 19 વર્ષીય રિયા ધનજીભાઇ પરમાર અને ત્યાં રહેતો 19 વર્ષીય રવિ અરવિંદભાઇ પરમારે શુક્રવારે સવારે 11.40 વાગે રિવરફ્રન્ટ વાસણા બેરેજના રેમ્પ -4 પરથી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે બન્ને જણાએ ભેટીને કમરે દુપટ્ટો બાંધી નદીમાં ઝંપલાવ્યું હતું. પરિવાર તેમના લગ્નની આડે આવી રહ્યો હોઇ લગ્ન કરવા શક્ય નહોતા. પરિવારની વિરુદ્ધ જઇ લગ્ન કરવા હોવાથી બન્ને નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...