તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ ભાદરવીપૂનમે અંબાજી ખાતે યોજાતા મેળાની તૈયારીઓ મહિનાઓ પૂર્વે તંત્ર

અમદાવાદ ભાદરવીપૂનમે અંબાજી ખાતે યોજાતા મેળાની તૈયારીઓ મહિનાઓ પૂર્વે તંત્ર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ભાદરવીપૂનમે અંબાજી ખાતે યોજાતા મેળાની તૈયારીઓ મહિનાઓ પૂર્વે તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવે છે. પગપાળા લાખો પદયાત્રીકો અંબાજી માતાના દર્શન કરવા માટે જાય છે. આથી તેમની સેવા કરવા માટે સમગ્ર માર્ગો પર ભંડારા તથા સેવા કેમ્પોનું આયોજન સેવાભાવી સંસ્થાઓ તથા લોકો દ્વારા કરવામાં આવે છે. અંગે અમદાવાદ જિલ્લાના સંઘોની સામાન્ય સભાનું આયોજન ગતરાડ ખાતે આવેલી આદર્શ પ્રાથમિક સ્કૂલમાં 16 જુલાઇને રવિવારના રોજ કરવામાં આવ્યું છે. ભાદરવી પૂનમીયા સંઘ સેવા ટ્રસ્ટ, આયોજીત સભામાં વાહન પરમીટના ફોર્મ સ્વીકારવામાં આવશે. તેવું સેવા સંઘના ટ્રસ્ટી નરેશ રાજાએ જણાવ્યું હતું. નોંધનીય છે કે, અંબાજી ખાતે દરવર્ષે ભાદરવી પૂનમે 5 લાખ જેટલા લોકો પગપાળા દર્શન કરવા માટે જાય છે. એક હજાર જેટલા સેવા કેમ્પો સમગ્ર રૂટ પર પદયાત્રીકોની સેવા માટે લગાડવામાં આવે છે.

અંબાજી પદયાત્રી સંઘોની સામાન્ય સભાનું આયોજન : ભંડારાઓની તૈયારી શરૂ કરાશે

અન્ય સમાચારો પણ છે...