તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નિફ્ટીએ ઇન્ટ્રા ડે 9200 પોઇન્ટની સપાટી ક્રોસ કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિફ્ટીએ ઇન્ટ્રા-ડે 9200 પોઇન્ટની સપાટી ક્રોસ કરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સેન્સેક્સમાં સાપ્તાહિક ધોરણે 702.76 પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. જ્યારે નિફ્ટીમાં 225.50 પોઇન્ટ વધ્યા હતા. આમ, ભારતીય શેરબજારોએ સતત બીજા સપ્તાહે પણ સુધારાની ચાલ જાળવી રાખી છે. યુએસ ફેડના વ્યાજદર વધારાની નેગેટિવ અસર સામે ભાજપની સ્થિર કેન્દ્ર સરકાર હવે આર્થિક સુધારા મુદ્દે નક્કર પગલાં ભરી શકશે તેવા આશાવાદનું પોઝિટિવ ફેક્ટરનું પલ્લું ભારે થતાં છેલ્લા એક સપ્તાહથી વિદેશી નાણાકીય સંસ્થાઓસ સતત હજાર કરોડથી વધુનો માલ રોજ ખરીદી રહી હોવાનું બીએસઇના પ્રોવિઝનલ આંકડાઓ દર્શાવે છે. સામે જોકે, નબળાં તેજીવાળાઓનું પ્રોફીટ બુકિંગ રહેતા સુધારો મર્યાદિત રહે છે. જીએસટી બિલ પણ તમામ કાયદાકીય ઉકેલો સાથે તૈયાર છે અને તા. 1લી જુલાઇથી અમલ થવાની તૈયારીમાં છે તેવા સત્તાવાર અહેવાલોની પણ માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર પોઝિટિવ અસર છે.

સેન્સેક્સપેકમાં આઇટીસી ઉછળ્યો: સેન્સેક્સપેકની 30 પૈકી 11 સ્ક્રીપ્સમાં સુધારો અને 19 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. તે પૈકી આટીસી સૌથી વધુ 4.85 ટકાના ઉછાળા સાથે 281.20ની સપાટીએ રહ્યો હતો. આઇટી સેગ્મેન્ટમાં ઇન્ફોસિસ, વીપ્રો અને ટીસીએસમાં પણ સાધારણ સુધારો રહ્યો હતો. જ્યારે ભારતી એરટેલ 3.73 ટકા ઘટી રૂ. 346.80ની સપાટીએ રહ્યો હતો. એસબીઆઇ, મહિન્દ્રા, આઇસીઆઇસીઆઇ બેન્ક, લાર્સન અને ઓએનજીસીમાં પણ એક ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો.

માર્કેટબ્રેડ્થનેગેટિવ-સેન્ટિમેન્ટ પોઝિટિવ: બીએસઇખાતે કુલ ટ્રેડેડ 3020 સ્ક્રીપ્સ પૈકી 1243 સ્ક્રીપ્સમાં સુધારો જ્યારે 1575 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા છતા માર્કેટ સેન્ટિમેન્ટ પોઝિટિવ અને સુધારાનો સંકેત આપી રહ્યું છે.

મ્યુઝિકબ્રોડકાસ્ટનું 26 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ: મ્યુઝિકબ્રોડકાસ્ટ લિ.નો આઇપીઓ આજે રૂ. 333ની ઓફરકિંમત સામે રૂ. 420ના મથાળે લિસ્ટેડ થવા સાથે 26 ટકા પ્રિમિયમ નોંધાવ્યું હતું. જોકે, છેલ્લે પ્રોફીટબુકિંગના પગલે શેર રૂ. 373.15ની સપાટીએ બંધ રહ્યો હતો.

સરકારીબેન્કોમાં બાકોરું: બેન્કેક્સઆજે 112.65 પોઇન્ટ તૂટ્યો હતો. ઇન્ડેક્સબેઝ્ડ સરકારી બેન્કોના શેર્સમાં આજે નોંધપાત્ર પીછેહઠ જોવા મળી હતી. પીએનબી 2.13 ટકા, બેન્ક ઓફ બરોડા 1.99 ટકા, સ્ટેટ બેન્ક 1.74 ટકા અને ફેડરલ બેન્ક 1.53 ટકા ઘટ્યા હતા.

ટેલિકોમમાં સામસામા રાહ

કંપની બંધ +/-%

આઇડિયા107.90-4.47

ભારતીએરટેલ 346.80-3.73

ટીટીએમએલ8.41-2.44

એમટીએનએલ25.103.29

સીએમઆઇ175.752.45

VST-વાડીલાલ ઊછળ્યા

કંપની બંધ સુધારો

વીએસટી2839.457.55

વાડીલાલઇન્ડ 841.207.15

આટીસી281.204.85

દ્વારીકેશ448.804.57

ધામપુરસુગર 235.804.29

વિદેશી નાણાકીય સંસ્થાઓની ખરીદી સતત વધી રહી છે. આજે પણ રૂ. 1532.39 કરોડની નેટ ખરીદી કરી હતી જોકે, તેની સામે સ્થાનિક સંસ્થાઓની રૂ. 711.50 કરોડની નેટ વેચવાલી રહી હોવાનું બીએસઇના પ્રોવિઝનલ આંકડાઓ દર્શાવે છે.

વિદેશી રોકાણકારોની સતત વધતી ખરીદી : સ્થાનિક સંસ્થા વેચવાલ

એફઆઇઆઇ સહિતના રોકાણકારોની સાર્વત્રિક લોંગ ટર્મ પોઝિશન શરૂ, સાત સેક્ટોરલ પણ વર્ષની ટોચે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો