તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદ |સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે 18 માર્ચને શનિવારના રોજ રાજ્યમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે 18 માર્ચને શનિવારના રોજ રાજ્યમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ |સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે 18 માર્ચને શનિવારના રોજ રાજ્યમાં સૌથી અનોખા લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. તેમાં સંસ્કૃતભાષાના વિદ્વાનો સમગ્ર દેશમાંથી ઉપસ્થિત રહીને પોતપોતાની કૃતિઓ રજૂ કરશે. પશ્ચિમ ક્ષેત્ર સાંસ્કૃતિક કેન્દ્ર ઉદયપુર દ્વારા યોજાનારા કાર્યક્મમાં સંસ્કૃતભાષાના અનેક સત્રો યોજાનાર છે. તેમાં જ્ઞાનગોષ્ઠી, ચર્ચા, નાટ્યમંચન, સંસ્કૃત કવિ સંમેલન દ્વારા દેવભાષાનો પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. છેલ્લા 40 વર્ષથી ચાલી રહેલી સંસ્થામાં તાજેતરમાં કુલ 300થી વધુ યુવાનો સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરે છે. સોલા ભાગવત મહાવિદ્યાલયમાં ભણાવાતા વિવિધ વિષયો પૈકી ભારતીય નાટ્યશાસ્ત્ર ખૂબ અગત્યનો વિષય છે. અંગે પાઠશાળાના આચાર્ય ડો. હિતેન્દ્ર વ્યાસે જણાવ્યું હતું કે, નાટ્યશાસ્ત્ર ભારતની સૌથી પ્રાચીન કળાની શાસ્ત્રીય જાણકારી આપતું શાસ્ત્ર છે. નાટ્યશાસ્ત્રમાં અભિનેતા, રંગમંચ અને પ્રેક્ષકો ત્રણેય તત્વોની પૂર્તિ માટેના સાધનોનું વિવેચન હોય છે.

સોલા ભાગવત વિદ્યાપીઠમાં સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો