તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યૂટીલિટી ન્યૂઝ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના ચાંદખેડા વોર્ડમાં જ્હાનવી બંગ્લોઝ-4ની સામે આવેલા ટી.પી.22 ફાઇનલ પ્લોટ નં.289 માં રૂપિયા 24 લાખના ખર્ચે નવો ગાર્ડન બનાવવામાં આવશે. મ્યુનિ.સ્ટેન્ડિંગ કમિટીમાં આવેલી દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. મ્યુનિ.કોર્પોરેશનનો ચાંદખેડા વિસ્તાર વિકસતો જાય છે. જેથી લોકો માટે સુવિધા ઊભી થાય તે માટે મ્યુનિ.કોર્પોરેશનને પ્રયાસ હાથધર્યા છે. સૂત્રો કહે છે કે આગામી વિધાનસભાની ચૂંટણી અગાઉ લોકોપયોગી કામો વધુને વધુ થાય તે દિશામાં કોર્પોરેશન આગળ વધી રહ્યું છે. નવા રોડ સિવાયના કામો અંગે વધુને વધુ સૂચન કરવા કોર્પોરેટરોને સૂચના અપાઇ હોવાનું પણ જાણવા મળ્યું છે.

નિર્ણય| ચાંદખેડા વિસ્તારમાં 24 લાખના ખર્ચે ગાર્ડન બનાવાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો