• Gujarati News
  • National
  • સાળંગપુરમાં ત્રિદિવસીય પુષ્પદોલોત્સવનો પ્રારંભ

સાળંગપુરમાં ત્રિદિવસીય પુષ્પદોલોત્સવનો પ્રારંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાળંગપુરબી.એ.પી.એસ સ્વામિનારાયણ તીર્થધામ અને ભગવાન સ્વામિનારાયણની ચરણરજથી અંકિત સાળંગપુર ગામમાં વર્ષોથી પુષ્પદોલોત્સવનો ભવ્ય ઉત્સવનું ઉજવાય છે. હોળી ઉત્સવનો આધ્યાત્મિક શુદ્ધ સ્વરૂપ એટલે પુષ્પદોલોત્સવ, જેમાં દર વર્ષે દેશ-પરદેશથી હજારોની સંખ્યામાં હરિભક્તો પ્રગટ ગુરુહરિના રંગે રંગાવા પધારે છે. છેલ્લા ત્રણ-ચાર દાયકાથી ઉત્સવ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ઉજવાતો આવ્યો છે. તેઓશ્રીના ધામગમન બાદ વર્ષે ઉત્સવ તેમના આધ્યાત્મિક અનુગામી મહંતસ્વામી મહારાજની પ્રત્યક્ષ હાજરીમાં ઉજવાશે.

ત્રિદિવસીય પુષ્પદોલોત્સવનો આજે સ્વયંસેવકોના રંગોત્સવથી પ્રારંભ થયો હતો. વિશાળ મહોત્સવને સફળ બનાવવા અને તેના સુચારુ સંચાલન માટે બોટાદ પંથક અને સમગ્ર ગુજરાતના હજારો સ્વયંસેવકો કાર્યરત છે. તેઓના મુખ્ય રંગોત્સવથી અલગ રંગોત્સવ આજે યોજાઈ ગયો, જેમાં સાડા પાંચ હજાર જેટલા સ્વયંસેવકો પ. પૂ. મહંતસ્વામી મહારાજના હસ્તે કેસુડાના રંગે રંગાયા હતા.

આજે તારીખ ૧૨/૩ ના રોજ સવારે ભગવાન સ્વામિનારાયણના તૃતીય આધ્યાત્મિક અનુગામી બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજની ૧૮૮ મી જન્મજયંતીની સભા હતી અને પછી સાંજે સંસ્થાના સંગીતજ્ઞ સંતો દ્વારા કીર્તન આરાધના દ્વારા સુંદર કીર્તનભક્તિ રજૂ થયા હતા. તારીખ ૧૩/૩ ના દિવસે સાંજે વાગ્યાથી પુષ્પદોલોત્સવની મુખ્ય સભા શરૂ થશે જેમાં પ. પૂ. મહંતસ્વામી મહારાજ હજારો હરિભક્તોને ભક્તિના રંગથી રંગશે. અંતે તા. ૧૪/૩ ના રોજ મહોત્સવનો ખાસ લાભ આપવા પધારેલા બી.એ.પી.એસ.ના વડા પ. પૂ. મહંતસ્વામી મહારાજ સાળંગપુરથી વિદાય લઈ અમદાવાદ પધારશે.

સાળંગપુરમાં ત્રિદિવસીય પુષ્પદોલોત્સવનો આજે સ્વયંસેવકોના રંગોત્સવથી પ્રારંભ થયો હતો. તસવીર-કેતનસિંહપરમાર

પ્રથમ દિવસે સાડા પાંચ હજાર સ્વયંસવકો મહંતસ્વામી મહારાજના હસ્તે રંગાયા

અન્ય સમાચારો પણ છે...