સિટી રિપોર્ટર @ahm_cb

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર @ahm_cb૯૪.૩માય એફએમની ‘એક્ટિવિટી વન્ડર્સ ઓફ વુમન’માં આજે આર.જે. નિમિષાના શો 16 ઓલ્વેઝમાં આવશે એવા લેડી કે જેમના માટે હાથેથી ટોય્સ બનાવવા રમત વાત છે. ધીરુભાઈ અંબાણીના ગામ ચોરવાડમાં પોતાનું નાનપણ પસાર કરનાર ટોય્સ ક્રિએટર લેડી કિન્નરી પરીખને શરૂઆતથી ટોય્સ, ટેડીબીઅર, કઠપૂતળી, જેવી રંગબેરંગી અને વિવિધ આકારના રમકડાઓને જોઇને ભારે કુતૂહલ થતું અને આનંદ આવતો હતો. જ્યારે તેઓ અમદાવાદમાં આવ્યા ત્યારે આર્ટ અને ક્રાફ્ટના એક વર્કશોપ જોડાવાનું થયું અને ત્યારથી જર્ની શરુ થઇ અવનવા ટોય્સના નિર્માણની. અત્યાર સુધી કીન્નરીબહેને ૪૦,૦૦૦થી વધુ ટોય્સ બનાવ્યા, હજારો લોકોને ટોય્સ બનાવવાની ટ્રેનીંગ આપી છે. હાલમાં તેઓ સોશિયલ મીડિયામાં અને વિડીઓ ચેનલ દ્વારા પણ અસંખ્ય લોકોને ટ્રેઈન કરી રહ્યા છે. રમકડા બનાવવા જેવી વિશિષ્ટ કળા માટે કિન્નરી પરીખમાં વિચારનો બીજ કોણે રોપ્યો અને તે ક્યારે રોપાયોω વિષે આજે ૯૪.૩ માય એફએમ પર ‘16 ઓલ્વેઝ’માં બપોરે 11 થી 2ની વચ્ચે સાંભળો. તમે divyabhaskar.com પર પણ જોઈ શકો છો. તમે રીતનું કોઈ ક્રિએટીવ કામ કરતાં હોવ તો તે જાણકારી આરજે નિમીષાના ફેસબુક પેજ દ્વારા અમારા સુધી પહોચાડો.

અન્ય સમાચારો પણ છે...