• Gujarati News
  • National
  • તોલમાપની ઓફિસ સારંગપુર છે તેની પણ કોઈને ખબર નથી

તોલમાપની ઓફિસ સારંગપુર છે તેની પણ કોઈને ખબર નથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદના લીગલ મેટ્રોલોજિકલ વિભાગમાં હજીય 1983નું મહેકમ

મહિને 10 ફરિયાદ આવે છે, તેનો પણ સમયસર નિકાલ નહીં

તોલમાપ વિભાગની સારંગપુર કચેરી આવી તેની હજી પણ શહેરીજનોને ખબર નથી. છેવાડાના વિસ્તારના લોકો ફરિયાદ કરવા આવતા નથી. જે ફરિયાદો આવે છે, તેનો સમયસર નિકાલ પણ થતો નથી. જો કે અધિકારીઓ નિકાલ થઇ જતો હોવાનો દાવો કરે છે. બીજીતરફ 1983માં ગુજરાતમાં 19 જિલ્લા હતાં. ત્યારે જુનિયર ઇન્સ્પેક્ટરોની 150 અને સિનિયર ઇન્સ્પેક્ટરોની 21 જગ્યાઓ હતી. જગ્યાઓમાં 2017 સુધી કોઇ વધારો કર્યો નથી. જગ્યાઓ નહીં વધવાના કારણે હાલ જુનિયરમાં 68 અને સિનિયરમાં 6 જગ્યાઓ ખાલી છે.

34 જિલ્લા સામે 34 અધિકારી, બે હેડ ઓફિસ,બે અધિકારી મળી કુલ 36 અધિકારી હોવા જોઈએ, જેની સામે હાલ માત્ર 7 અધિકારી છે. 7માંથી 4 અધિકારીઓ તો ડિસેમ્બરમાં રિટાયર્ડ થશે. એક ઉચ્ચઅધિકારીએ રાતોરાત નિયમ બદલી દેતા પ્રમોશનનો પિરિયડ સાતના બદલે ત્રણ વર્ષ કરાયો છે. ચાર વર્ષથી એક પણ સિનિયર ઇન્સ્પેક્ટરને આસિ.કંટ્રોલરના પ્રમોશનનો લાભ મળ્યો નથી. કારણથી એક આસિસ્ટન્ટ કંટ્રોલર પાસે ચારથી જિલ્લાની જવાબદારી હોવાથી કામગીરી ગંભીર અસર પડી રહી હોવાનું મનાય છે.

એક અધિકારી પાસે જિલ્લાની જવાબદારી

અમદાવાદ,ગાંધીનગર,સાબરકાંઠા,અરવલ્લી જિલ્લા માટે એક આસિ.કંટ્રોલર, સૌરાષ્ટ્ર-ભૂજ જિલ્લા માટે એક, મહેસાણા, પાટણ, પાલનપુર, કચ્છ જિલ્લા માટે એક, છોટાઉદયપુર, મહિસાગર,પંચમહાલ, દાહોદ, ખેડા જિલ્લા માટે એક, સુરત, તાપી, ભરૂચ, નર્મદા માટે એક અને વલસાડ,ડાંગ,આહવા અને નવસારી માટે એક આસિ.કંટ્રોલરની જગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...