• Gujarati News
  • National
  • દેશનાં દરેક રાજ્યમાં NCERTના ક્ષેત્રીય શિક્ષણ સંસ્થાન ખૂલશે

દેશનાં દરેક રાજ્યમાં NCERTના ક્ષેત્રીય શિક્ષણ સંસ્થાન ખૂલશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એનસીઈઆરટીનાડિરેક્ટર પ્રો. હૃષિકેશ સેનાપતિએ કહ્યું કે નજીકના ભવિષ્યમાં દરેક રાજ્યમાં ક્ષેત્રીય શિક્ષણ સંસ્થાન શરૂ કરાશે. નવા પ્રોજેક્ટ હેઠળ દેશનું છઠ્ઠું ક્ષેત્રીય સંસ્થાન આગામી સત્રથી આંધ્રના વેલ્લોરમાં શરૂ થવાનું છે. અહીં નવા સત્રથી લગભગ 2 હજાર વિદ્યાર્થીને શિક્ષણ પ્રશિક્ષણ પાઠ્યક્રમમાં પ્રવેશ આપી શકાશે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયના નિર્દેશ પર એનસીઈઆરટી હવે દરેક રાજ્યમાં ક્ષેત્રીય સંસ્થાન ખોલવા તૈયારી કરી રહ્યું છે. વર્તમાનમાં અજમેર, ભોપાલ, ભુવનેશ્વર, મૈસુર અને શિલોંગમાં ક્ષેત્રીય શિક્ષણ સંસ્થાન સંચાલિત છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને વેંકૈયા નાયડુ આંધ્રના નવા સંસ્થાનને મંજૂરી આપી ચૂક્યા છે.

પ્રો. હૃષિકેશ સેનાપતિએ કહ્યું કે એનસીઈઆરટીનું લક્ષ્ય આખા દેશમાં આવી રીતે સંસ્થાન ખોલવાનું છે. તે માટે દરેક રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખાયા છે અને તેમના રાજ્યોમાં ક્ષેત્રીય શિક્ષણ સંસ્થાન શરૂ કરવા માટે નિર્દેશ અપાયો છે. કેન્દ્ર સરકાર મામલે પૂરો સહયોગ આપશે. શિક્ષણ સચિવ સાથે મામલે પત્ર વ્યવહાર ચાલુ રહેશે.

પબ્લિકસ્કૂલોમાં પુસ્તકોની અછત નથી

પ્રો.સેનાપતિએકહ્યું કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડથી સંબંધિત સ્કૂલો માટે નવા સત્ર 2017-18 ના ધોરણ 1થી 12 સુધીના કોઈ પાઠ્યપુસ્તકની અછત નથી. અજમેર સહિત દેશના 9 શહેરોમાં પાઠ્યપુસ્તક ઉપલબ્ધ કરાવવા માટે સેલ કાઉન્ટર લગાવાશે. અજમેર, અમદાવાદ સહિતના શહેરોમાં સેલ કાઉન્ટર સ્થાપિત કરાયાં છે.

દરેક રાજ્યમાં આવાં સંસ્થાન શરૂ કરવા છે

એનસીઈઆરટીએ દરેક રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો

અન્ય સમાચારો પણ છે...