• Gujarati News
  • National
  • નવો કાયદો : શહેરના 30 ફ્લેટ, 124 સોસાયટી અને 130 ચાલી કાયદેસર

નવો કાયદો : શહેરના 30 ફ્લેટ, 124 સોસાયટી અને 130 ચાલી કાયદેસર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘દિવ્ય ભાસ્કરે’ ગત જૂન 2016માં યુએલસી હેઠળ ફાજલ થયેલી જમીનમાં વસવાટ કરતી રહેણાંકની સોસાયટીઓને તોડી પાડવા માટે સરકાર દ્વારા નોટીસ આપવાના સમાચાર પ્રકાશિત કર્યા હતા. જેના પરિણામે સરકારે તરતજ પ્રક્રિયાને અટકાવીને ખાતરી ઉચ્ચારી હતી કે, આગામી વિધાનસભા સત્રમાં જમીનોના રહેણાંકને કાયદેસર કરતો કાયદો પસાર કરવામાં આવશે.

રાજ્યના 70 હજાર પરિવારનો આનાથી ફાયદો થશે. નવા બનેલા કાયદા મુજબ શહેરમાં 124 સોસાયટી, 30 ફ્લેટ અને 130 ચાલીઓ કાયદેસરનો દરજો પ્રાપ્ત કરશે.

શનિવારે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યના ગરીબ-મધ્યમવર્ગીય શ્રમજીવી પરિવારોને રોટલો અને ઓટલો બન્ને પુરો પાડવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા 6 મહાનગરોમાં યુએલસી અન્વયે 1 કરોડ 49 લાખ ચોરસ મીટર જમીન પૈકી 33 લાખ 80 હજાર ચોરસ મીટર જમીન ઉપર રહેલાં મકાનો અને ઝુંપડાઓને આવાસ છત્રની સુરક્ષા પુરી પાડવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે.

ઉપરાંત વર્ષના અંદાજપત્રમાં ગરીબ-મધ્યમવર્ગના પરિવારોને મકાન બાંધકામ માટે 4 લાખ 84 હજારની લોન સહાયની વિગતોની જાણકારી આપી હતી.

શહેરી જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ અમદાવાદમાં ભોગવટાની માન્યતા મેળવવા માટે 3802 લોકોએ અરજી કરી હતી. જેમાંથી 55 લોકોને સનદના હુકમો આપ્યા હતા. 03 લોકોને ઈન્ટીમેશન હુકમો મુખ્યમંત્રીના હાથે આપ્યા હતા.

6 મનપામાં 33.80 લાખ ચોમી જમીન પરના આવાસોનું રક્ષણ

ULC જમીનના ભોગવટાની માન્યતાના 55 હુકમો લાભાર્થીઓને અર્પણ

અન્ય સમાચારો પણ છે...