• Gujarati News
  • National
  • હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન પકડી પાડવા સોફ્ટવેર ડેવલપ કરાયું

હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન પકડી પાડવા સોફ્ટવેર ડેવલપ કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૂત્રોના જણાવ્યાનુસાર, નોટબંધી પછી થયેલા મોટી રકમના વ્યવહારો સરળતાથી શોધી શકાય તે માટે બેંકોમાંથી મળેલી માહિતીનું એનાલિસીસ કરી શકાય તે માટે સીબીડીટીએ ઓપરેશન ક્લીન મની સોફ્ટવેર ડેવલપ કરાયું છે. સોફ્ટવેરમાં બેંકોંમાંથી મળેલ હાઈવેલ્યુ ટ્રાન્ઝેક્શન ઓટોમેટિકલી જનરેટ થાય છે અને તે ડેટા ઈન્કમટેક્સ વિભાગને ટ્રાન્સફર થાય છે. ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોમાંથી ખાનગી, રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંકો પાસેથી ડેટા મેળવવામાં આવ્યો છે અને બેંકમાં રૂ. બે લાખથી વધુ રકમની કેશ જમા કરાવનાર- ખાસ કરીને શંકાસ્પદ વ્યવહારો જોવા મળે તેવા કરદાતાઓને નોટિસ ઈસ્યુ કરાઈ છે. નોટિસ અંગે સ્પષ્ટતા કરનાર તેમજ જે કરદાતાઓએ જંગી રકમ જમા કરાવી હોય તેવી બેંકો પાસેથી મળેલી માહિતીના આધારે કરદાતાઓને સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. જ્વેલર્સ, બિલ્ડર્સ, અનાજ-કરિયાણાના વેપારીઓ, તેમજ વ્યક્તિગત કરદાતાઓનો સર્વે કરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં આઈ.ટી. વિભાગ દ્વારા સર્ચ અને સર્વેની કામગીરી સઘન બનાવવામાં આવે તેવી શક્યતા છે. તાજેતરમાં ઈન્કમટેક્સ ઉપરાંત વેટ વિભાગે પણ બોગસ બિલિંગને આધારે થતાં કરોડોના ગોટાળા પકડી પાડ્યા હતા અને મોટી માત્રામાં વેટ ચોરી ખુલી હતી.

ગુજરાતમાં 1 લાખ કરદાતાને નોટિસ અપાઈ

IT મોટા વ્યવહારોને આધારે નોટિસ સર્વે હાથ ધરશે

અન્ય સમાચારો પણ છે...