• Gujarati News
  • National
  • ડ્રાઇવરે દારૂ પીને કાર ચલાવી ઝાડ સાથે અથડાતાં આગ લાગી

ડ્રાઇવરે દારૂ પીને કાર ચલાવી ઝાડ સાથે અથડાતાં આગ લાગી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નારણપુરા રબારીના છાપરામાં રહેતો મહેન્દ્રસિંહ ચાવડા શુક્રવારે રાત્રે 1.30 વાગે વિજય ચાર રસ્તા પાસે સીમા અમુલ પાર્લરની સામેથી ઇનોવા કાર લઇને પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન તેણે કાર પરનો કાબુ ગુમાવતા કાર રોડની કિનારે રહેલા ઝાડ સાથે અથડાઇ હતી. જેને લીધે કારમાં આગ લાગી હતી. ત્યાં રહેલા લોકોએ મહેન્દ્રને બહાર કાઢતા તેનો આબાદ બચાવ થયો હતો. દરમિયાન પેટ્રોલીંગ કરી રહેલા પોલીસ કર્મી ઘટના સ્થળે પહોંચી તેને ઝડપી લીધો હતો. ત્યારે તે દારૂ પીધેલી હાલતમાં જણાયો હતો. જેને ધ્યાનમાં રાખીને પોલીસે દારૂપી વાહન ચલાવી અકસ્માત સર્જ્યાની ફરિયાદ નોંધી હતી. મહેન્દ્રએ જણાવ્યું હતું કે,‘ટ્રાવેલ્સ વાળાને ત્યાં ડ્રાઇવર તરીકે કામ કરું છું. એક પેસેન્જરને એરપોર્ટ મુક્યા બાદ હું મિત્રને મળી ઘરે જઇ રહ્યો હતો ત્યારે જોકું આવી જતા ઘટના બની હતી.’

ટ્રાવેલ્સનો ડ્રાઈવર મિત્રને મળી ઘરે જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત થયો

વિજય ચાર રસ્તા પાસે શુક્રવારે મોડી રાત્રે બનેલી ઘટના

ઝોકું આવી જતાં ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો

વટવા નજીક અકસ્માતમાં યુવકનું મોત

વટવાવિશ્વકુંજ સોસાયટી સામે છાપરામાં રહેતો સુરેશ જવાનજી ઠાકોર(20) 11 માર્ચે રાતના 10.30 વાગે વટવા રોપડા ચાર રસ્તા પાસે સ્કુટી લઇ પસાર થઇ રહ્યો હતો. ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારતા તે ઇજાગ્રસ્થ થયો હતો. સારવાર દરમિયાન તે મૃત્યુ પામ્યો.

અન્ય સમાચારો પણ છે...