• Gujarati News
  • National
  • કેરીના રસમાં ભેળસેળ બદલ 3 વેપારીને 6 મહિનાની જેલ

કેરીના રસમાં ભેળસેળ બદલ 3 વેપારીને 6 મહિનાની જેલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના પૂર્વ વિસ્તારમાં કેરીના રસ અને મેંગો મિલ્ક જયુસમાં કલર ભેળવી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરનાર 3 વેપારીઓને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ.એમ.કાનાબારે 6 માસની કેદ અને રૂ.10 હજાર દંડનો આદેશ કર્યો છે. કોર્ટે આરોપીઓને સજા કરતા એવું નોંધ્યું હતું કે, આરોપીઓ વધુ આર્થિક નફો રળવા માટે ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરે છે. અને લોકોના જીવન સાથે ચેડાં કરે છે. આવા આરોપીઓને સજા કરવી ન્યાય અને સમાજના હિતમાં છે.

મ્યુ.કોર્પોરેશનના હેલ્થ વિભાગે 5 એપ્રિલ 2005 ના રોજ ઓઢ‌વમાં જહોન ક્રિશ્ચયનની દુકાનમાંથી કેરીના રસનું સેમ્પલ લીધું હતું. તેમજ 22 માર્ચ 2010 ના રોજ નિકોલમાં દયારામ વર્માની વિજય જયુસ સેન્ટરમાથી મેંગો મિલ્ક જયુસનું સેમ્પલ લીધું હતું. જયારે 6 મે 2010ના રોજ રખિયાલમાં રામભરોસે ગુપ્તાની દિલખુશ જયુસ સેન્ટરમાંથી મેંગો મિલ્ક જયુસનું સેમ્પલ લીધું હતું.

ઉપરોકત ત્રણેય સેમ્પલનું લેબોરેટરીમાં પરીક્ષણ કરાવતા તેમાંથી પ્રતિબંધિત સનસેટ અને ટાટાજૈન યલો નામના કલરની માત્રા વધુ પ્રમાણાં મળી આવી હતી. આથી હેલ્થ વિભાગે ઉપરોકત ત્રણેય આરોપીઓ સામે કેસ કર્યો હતો.

ભેળસેળથી ગંભીર બીમારીનું જોખમ

કેસસંદર્ભે કોર્ટમાં સરકારી વકીલ મનોજ ખંધારે દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓને તપાસી આરોપીઓ સામે કેસ પુરવાર કર્યો હતો. અને એવી રજૂઆત કરી હતી કે, ખાદ્ય પદાર્થમાં કલર ભેળવવામાં આવ્યો છે. તેનાથી લોકોના ચેતાતંતુને નુકશાન થાય છે. અને શારિરીક નબળાઇ આવી જાય છે. જેના કારણે લોકો બીમારીમાં સપડાય છે. આરોપીઓનું કૃત્ય સમાજને ખોખલું કરવા સમાન છે.

કોર્ટે ત્રણેયને 10 હજારનો દંડ પણ ફટકાર્યો

મેંગો મિલ્ક શેકમાંય કલરની ભેળસેળ થતી હતી

અન્ય સમાચારો પણ છે...