તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હીરાપુરની DPS સ્કૂલને નોટિસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરીવિકાસ સત્તામંડળ (ઔડા)એ વિકાસ પરવાનગી વગર બંધાયેલી હીરાપુરની ડીપીએસ સ્કૂલને નોટિસ ફટકારી ખુલાસો કરવા તાકીદ કરી છે. ઔડાના અધિકારીઓના જણાવ્યા અનુસાર ડીપીએસ સ્કૂલને વિકાસ પરવાનગી વગર બાંધકામ કર્યું છે. હાલ પ્રથમ નોટિસ આપી છે. જો સ્કૂલ ખુલાસો અને જરૂરી કાર્યવાહી નહીં કરે તો બીજી નોટિસ અપાશે. જેમાં બાંધકામને મંજૂરી નહીં હોવાનું બહાર આવતા નોટિસ ફટકારાઇ છે. સ્કૂલનું બિલ્ડિંગ જૂનું હોવાથી સ્કૂલે મંજૂરી વગર બાંધકામ કરી દીધું છે. નોટિસ બાદ હવે સ્કૂલે મંજૂરી લેવા કાર્યવાહી કરવી પડેશે તેવું કહેતા અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્કૂલ પાસે મોટી રકમની પેનલ્ટી વસૂલાશે. કાર્યવાહી કરે તો બીજી નોટિસ બાદ ઓફિસો સીલ કરાશે. પછી સીબીએસઇ બોર્ડને જાણ કરી સ્કૂલની પરમિશન રદ કરવા જણાવાશે.

અન્ય સમાચારો પણ છે...