તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પ્રાણીઓમાં અતિન્દ્રિય જ્ઞાન હોય છે, ક્રૂર બનો: જૈનાચાર્ય

પ્રાણીઓમાં અતિન્દ્રિય જ્ઞાન હોય છે, ક્રૂર બનો: જૈનાચાર્ય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અહિંસા ભારતની ગળથૂંથીમાં: મુઝફ્ફરહુસેન

શ્રીસોલારોડ જૈન સંઘ તથા યુવક મહાસંઘ દ્વારા આચાર્ય વિક્રમસૂરીશ્વરજી મ.સા ૩૦મી પુણ્યતિથિ નિમિત્તેની જૈનાચાર્ય રાજયશસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ચાલી રહેલા અહિંસા અષ્ટાનિકા મહોત્સવના ત્રીજા દિવસે વિરાટ સભા ને સંબોધિત કરતા જૈનાચાર્ય પૂ.રાજયશસૂરીશ્વરજી મ.સા.એ જણાવ્યું હતું કે, કરુણા માટે જન્મજાત જૈન હોવું જરૂરી નથી. તેમ હિંસક અને માંસાહારી પરંપરામાં આવેલ માનવમાં પણ આવી કરુણા આવે તેવું કહી શકાય તેમ નથી. માણસ જો જરા પ્રેમથી વર્તે તો સમસ્ત પ્રાણીઓ તેની સાથે સ્નેહપૂર્વક વર્તાવ રાખવા તૈયાર છે. જૈન શાસ્ત્રોએ તો ત્યાં સુધી કહેલ છે કે, પ્રાણીઓમાં પણ અતીન્દ્રિય જ્ઞાન હોઈ શકે છે. પ્રાણી સૃષ્ટિ સાથે પ્યાર અને મહોબત રાખવાના બદલે તેઓને પીડા આપવી. તેઓની સાથે ક્રૂરતાભર્યો વ્યવહાર કરવો કે તેઓને મારી નાખવા, તેઓની કતલ કરી નાંખવી તે મહાન અન્યાય છે.

માનવ પોતાની સુખ શાંતિનો વિચાર કરે અને બાકીની સૃષ્ટિ તરફ ઉપેક્ષા કરે તો જગતમાં સંવાદિતા રહે નહી. પાક માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ વધાર્યા પછી માનવ જાતને સમજાયું છે કે આના કરતા દેશી ઉપચારો કરવામાં આવે. જંતુનાશક દવાઓ વાપરવામાં આવે નહી તો વધુ ફાયદો થાય છે.

પદ્મશ્રી ડૉ. મુઝફ્ફરહુસેને જણાવ્યુ હતું કે, તમે, અમે, દુનિયા દરેકને દયાળુ ગમે છે પોતાને દયાળુ કહે તે ગમે છે અને ભોજન પણ દયાભર્યું ગમે છે માટે અહિંસા ભારતની ગળથુંથીમાં છે. આખા વિશ્વમાં સહુથી ઓછામાં ઓછી ક્રુરતા, નિર્દયતા ભારતમાં છે. ભારતમાં પણ ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાનમાં જેટલી દયાળુતા જોવા મળે છે અન્યત્ર ઓછી મળે છે.

અકબર પ્રતીબોધક હીરસૂરીશ્વરજી મ.સા અને કુમારપાળ પ્રતીબોધક હેમચન્દ્રાચાર્ય જેવા આચાર્યો મહાપુરૂષોની પવિત્ર ભૂમી છે જેથી આદેશ-રાષ્ટ્ર-અહિંસા મોખરે છે, આજે તિથી પ્રમાણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ તિથી છે. મહાત્મા ગાંધી કહ્યું મારા જન્મ દિવસની ઉજવણી રેંટિયા દિવસ તરીકે ઉજવજો અને રેંટિયા ચલાવીને યંત્રવાદને દૂર કરજો.

અન્ય સમાચારો પણ છે...