તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દાદાની પ્રેરણાથી હું સમાજ કાર્યોમાં જોતરાયો છું : રમેશભાઇ ઓઝા

દાદાની પ્રેરણાથી હું સમાજ કાર્યોમાં જોતરાયો છું : રમેશભાઇ ઓઝા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોલાસ્થિત ભાગવત વિદ્યાપીઠ ખાતે ચાલી રહેલા કૃષ્ણશંકર શાસ્ત્રીજીની જન્મશતાબ્દી નિમિતે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા રમેશભાઇ ઓઝા દ્વારા શ્રી ભાગવત વિદ્યાપીઠના અતિથિગૃહ અને પૂજ્ય દાદાજી સ્મૃતિમંદિર તમેજ નૂતન ગૌશાળાનું ભૂમિપૂજન તેમજ પૂ.દાદાજીના અનેકટીકોપેત ગ્રંથનું લોકાર્પણ કરાયું હતું. ભાગવતઋષિએ ઇન્ટરફેથ યુનિવર્સીટી સ્થાપના કરવાનો સંકલ્પ લીધો હતો.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પૂ. દાદાજી જેવા સંતપુરુષો ના સંસ્કૃત અને સંસ્કૃતિ માટે ના સમર્પણના લીધે આજે ને આવનારા વર્ષોમાં ગુજરાત વિશ્વવિખ્યાત બન્યું છે અને સદાય આગળ રહેશે તેવો શ્રી ભાગવત વિદ્યાપીઠના કોય પણ વિકાસના કાર્યોને સરકાર તરફથી હરહમેશ ટેકો રહેશે. ઋષિ પરંપરાએ આપણી સંસ્કૃતિ છે. આધુનિકયુગમાં ઋષિ પરંપરા જગતમાં દાદાજીનો અનોખુ યોગદાન રહ્યું છે. તેઓ પોતે નિષ્કામ કર્મયોગી બની રહ્યા હતાં. રમેશભાઇ ઓઝાએ જણાવ્યું હતું કે, હું જયારે પણ થાકું ત્યારે પૂ,દાદાજી ને યાદ કરું અને તેવોની દિવ્યચેતના મને ફરી દોડતો કરે અને ‘’હું લોકઉપયોગી અને સમાજ કલ્યાણ કાર્યમાં લાગી જાઉં’’ પૂ.દાદાજી એટલે સેવા, સત્કાર, સદભાવ, સમભાવ અને સરળતાનો સાક્ષાત સ્વરૂપ અને એમની જન્મશતાબ્દી ઉજવણીમાં અનેક લોકઉપયોગી સંકલ્પ લઇ તેવોને રાજી રાખવા જોઈએ.

પૂ.શાસ્ત્રીજીનું ઋષિપરંપરા જગતમાં મોટું યોગદાન : CM

અન્ય સમાચારો પણ છે...