તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘આપ’ને સુરતમાં રેલીની મંજૂરી મળતાં રિટ પાછી ખેંચી

‘આપ’ને સુરતમાં રેલીની મંજૂરી મળતાં રિટ પાછી ખેંચી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આમઆદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને પ્રચાર-પ્રસાર કરવાના ભાગરૂપે સુરતમાં રેલી યોજવા માટે સુરત પોલીસે પરવાનગી આપતાં હાઇકોર્ટમાં રિટ કરી હતી. પરંતુ તાજેતરમાં સુરત પોલીસ કમિશનરે મંજૂરી આપતાં પિટિશન પરત ખેંચાઈ છે.

આમ આદમી પાર્ટી તરફથી એડ્વોકેટ આનંદ યાજ્ઞિકે હાઇકોર્ટ સમક્ષ રિટ કરીને મતલબના મુદ્દા ઉપસ્થિત કર્યા છે કે,’આમ આદમી પાર્ટીને છેલ્લા એક વર્ષથી મોટાભાગે રાજ્યના કોઇ પણ સ્થળે શાંતિપૂર્ણ કાર્યક્રમ કે જાહેરસભાની મંજૂરી રાજ્ય સરકાર આપતી નથી. તેની સામે કોઇ વિરોધ થાય તો પોલીસ જેલભેગા કરી દે છે. સુરતવાસીઓના આમત્રણના પગલે કેજરીવાલ સુરત આવવાના હતા. ત્યારે પણ ભાજપને રાજકીય ખતરો દેખાતા દબાણ ઊભું કરી કાર્યક્રમ રદ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...