તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમરાઇવાડી ફેક્ટરીમાં આગ 11 કલાકે બૂઝાઈ

અમરાઇવાડી ફેક્ટરીમાં આગ 11 કલાકે બૂઝાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરાઇવાડીમાંએક પ્લાસ્ટિકની ફેક્ટરીમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હતી. સવારે 4 વાગે લાગેલી આગ બપોરે 2 વાગ્યે ઓલવાઈ હતી. આગ પર કાબૂ મેળવવા ફાયર બ્રિગેડની 10 ગાડીઓ અને 60થી વધારે કર્મચારીઓ કામે લાગ્યા હતા. મલ્ટિ પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગેલી આગ બાજુમાં આવેલા ગજ્જર મશીનરીની ઓફિસનું વાયરિંગ અને ફર્નિચર બળી ગયું હતું.

નાગરવેલ હનુમાન ચાર રસ્તા પાસે આવેલી પ્લાસ્ટિકના દાણા બનાવતી મલ્ટિ પ્લાસ્ટિકમાં વહેલી સવારે 4 વાગે આગ લાગી હતી. મલ્ટિ પ્લાસ્ટિકના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકના દાણાનો જથ્થો ભરવામાં આવ્યો હતો. ગોડાઉનમાં વહેલી સવારે કોઇ કારણોસર પ્લાસ્ટિકના જથ્થામાં આગ લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...