તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પૈસાની ઉઘરાણીમાં લેણદારે વેપારી સાથે મારામારી કરી

પૈસાની ઉઘરાણીમાં લેણદારે વેપારી સાથે મારામારી કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપથક્લબ નજીકના શિવાલિક બિઝનેસ સેન્ટરની ઓફિસમાં પૈસાની લેતીદેતીમાં થયેલી મારામારીની ઘટનામાં કુંતલ પટેલે ઘાટલોડિયા ચાણક્યપુરીના અમિત દેસાઇ સહિત 17 જેટલા માણસો વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જીવરાજપાર્ક દેસાઇ પાર્કમાં રહેતો કુંતલ પટેલ(28)રાજપથ ક્લબ સામે શિવાલિક બિઝનેસ સેન્ટરમાં ઓફિસ ધરાવીને આઈટીનો ધંધો કરે છે. 9 મહિના પહેલા કુંતલે અમિત પાસેથી 8 ટકા વ્યાજે રૂ.10 લાખ લીધા હતા. 4 મહિના પહેલા કુંતલે અમિતને રૂ.5 લાખ ચૂકવી દીધા હતા જ્યારે બાકીના 5 લાખનું વ્યાજ ચૂકવતો હતો. દરમિયાનમાં સોમવારે રાતે કુંતલ તેના મિત્ર પ્રજ્ઞેશ બારોટ, આનલ પટેલ, પ્રભાતસિંહ ચાવડા, જૈમિન શાહ સહિતના મિત્રો સાથે તેની ઓફિસમાં બેઠો હતો. ત્યારે અમિતે અન્ય 15 થી 17 માણસોને લઇને તેની ઓફિસમાં આવીને મારામારી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...