તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મેડિકલ ડેન્ટલ આયુર્વેદમાં 29મીથી રૂબરૂ કાઉન્સેલિંગ

મેડિકલ-ડેન્ટલ-આયુર્વેદમાં 29મીથી રૂબરૂ કાઉન્સેલિંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને આવરી લેવાશે

એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

એડમિશનકમિટી ફોર પ્રોફેશલ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદની ખાલી બેઠકો માટે 29મી સપ્ટેમ્બરે રૂબરૂ કાઉન્સેલિંગ કાર્યક્રમ રાખ્યો છે. પ્રવેશ કાર્યવાહી અંતર્ગત સેકન્ડ રાઉન્ડમાં ખાલી રહેલી ડેન્ટલની 400થી વધુ તેમજ આયુર્વેદિકની 147 સહિતની વિવિધ બેઠકોને આવરી લેવામાં આવનાર છે. વિદ્યાર્થીઓ પ્રવેશ કાર્યક્રમ અંગેની વિગતો www.medadmbjmc.in પરથી મેળવી શકશે.

જે અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2016-17 માટે મેડિકલ-ડેન્ટલ અને આયુર્વેદ કોર્સની સરકારી બેઠકો, નવી મંજૂર થયેલી બેઠકો, આનુષાંગિક ખાલી પડનારી બેઠકોને પ્રવેશ કાર્યવાહીમાં આવરી લેવામાં આવનાર છે. પ્રવેશ ફેરફાર માટે ઈચ્છુક મેડિકલ,ડેન્ટલ અને આયુર્વેદ કોર્સમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ એડમિશન ઓર્ડર, ફી રિસિપ્ટ અને પ્રવેેશ ફેરફારથી ભરવાપાત્ર થતી તફાવતની ફીની રકમ તથા નવા પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોએ તમામ અસલ પ્રમાણપત્રો તથા આંશિક ફી પેટે રૂ. 50,000 રોકડા લઈને એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસ, બીજે મેડિકલ કોલેજ ખાતે ઉપસ્થિત રહેવા માટે જણાવ્યું છે.

મેડિકલ -ડેન્ટલમાં 3339 વિદ્યાર્થીઓએ રિપોર્ટિંગ કરાવ્યું

મેડિકલ-ડેન્ટલની3759 બેઠકો પર અત્યાર સુધીમાં 3329 વિદ્યાર્થીએ ફી ભરીને રિપોર્ટિંગ કરાવ્યું છે. ખાલી રહેલી ડેન્ટલની 400થી વધુ બેઠકો 29મી સપ્ટેમ્બરે રૂબરૂ પ્રવેશ કાઉન્સેલિંગમાં આવરી લેવાશે.

ડેન્ટલનીમેનેજ. ક્વોટાની 112 ખાલી બેઠકો પ્રવેશ કમિટીને

એનઆરઆઈક્વોટામાંથી મેનેજમેન્ટ ક્વોટામાં તબદીલ થયેલી ડેન્ટલની 173માંથી 112 બેઠકો ખાલી રહી છે. ખાલી રહેલી બેઠકો બીજે. મેડિકલ પ્રવેશ કમિટીને આપવામાં આવનાર છે. જેના ભાગરૂપે મેનેેજમેન્ટ ક્વોટાની બેઠક પર પ્રવેશ અપાશે.

અન્ય સમાચારો પણ છે...