તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સમૂહશાદીમાં અરાજકતા બાદ આયોજકનો આપઘાત

સમૂહશાદીમાં અરાજકતા બાદ આયોજકનો આપઘાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વટવામાંરવિવારે યોજાયેલા મુસ્લિમ સમુદાયના સમૂહ લગ્ન આયોજકો દ્વારા 80 યુગલોને અનેક ભેટ સોગાદો આપવાની હતી. જોકે અવ્યવસ્થા સર્જાતા લગ્નમાં આવેલા લોકોએ ભેટ-સોગાદોની લૂંટ મચાવી હતી. લૂંટ મચાવ્યા બાદ લોકોએ મંડપ-ખુરશીઓની તોડફોડ પણ કરી હતી.

લૂંટફાટની ઘટના બાદ સમૂહલગ્નના આયોજક રફીક ગનીભાઈ અજમેરી (છીપા)એ જમાલપુર બ્રિજ પરથી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. ફાયર ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ સાબરમતી નદીમાંથી રફીક છીપાની લાશ બહાર કાઢી રિવરફ્રન્ટ પોલીસને જાણ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર દ્વારા મૃતકના સાળા સફીભાઈ સાથે વાતચીત કરતા તેમને આક્ષેપ કર્યા હતાં કે, રફીકભાઈ છેલ્લા 16 વર્ષથી સમૂહલગ્ન કરાવે છે. અત્યાર સુધી કોઈ દિવસ સમૂહલગ્નમાં કોઈ અડચણ થઈ નથી. પરંતુ સમૂહલગ્નમાં તેમની સાથેના આયોજકો ફરીદા અને સલીમભાઈએ દુલ્હનને આપવામાં આવતા મહેરના સમયે રૂપિયાની લેતીદેતી મામલે દબાણ કર્યું હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે.

દુલ્હનને મહેરના સમયે વિવાદ થયો

સમૂહલગ્નમાંદુલ્હનને મહેર આપવાની શરૂઆત થવાની હતી ત્યારે અવ્યવસ્થા સર્જાઈ હતી. જે બાદ લગ્નમાં જે લોકો આવ્યા હતા તે લોકોએ ભેટ-સોગાદોની રીતસર લૂંટ મચાવી હતી. ચારેતરફ લોકો જે હાથમાં આવે તે લઈને ભાગવા માંડ્યા હતા.

રફીક અજમેરી (મૃતક આયોજક)

અન્ય સમાચારો પણ છે...