તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હજારો કરોડનાં ટ્રાન્ઝેક્શનનાં કાગળોથી આવકવેરા વિભાગની તિજોરી છલોછલ

હજારો કરોડનાં ટ્રાન્ઝેક્શનનાં કાગળોથી આવકવેરા વિભાગની તિજોરી છલોછલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં 18 હજાર ITનોટિસ ઈશ્યૂ કરાઈ

સુરત . આઈટીસુત્રોનાં જણાવ્યા પ્રમાણે દ.ગુજરાતમાં શેરબજારમાં 25 થી 27 કરોડની વચ્ચે ટર્નઓવર કરાયા બાદ પણ ટેક્સનો રૂપિયો પણ ભરાયો નથી. અંગે કરદાતાને ખુલાસો કરવા માટે નોટિસ ઇશ્યુ થઈ રહી છે. અનેક ટ્રાન્ઝેક્શનમાં રિટર્ન ફાઈલ કરાયું નથી.

વડોદરા . વડોદરાનાશુકન અને અનંતા બિલ્ડર જૂથોના બાંધકામ સાઇટ અને તેમના કાર્યાલયસહિત અંદાજે અડધો ડઝ્ન સ્થળોએ આજે આવકવેરા વિભાગના અધિકારીઓની વિવિધ ટુકડીઓઓએ સર્વેની કામગીરી કરી હતી. તપાસમાં મોટા પાયે કાળું નાણું બહાર આવે તેવી સંભાવના છે.

ગાંધીધામ . ભુજનીત્રણ પેઢીઓ પર ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સોમવારે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સેવન સ્કાય હોટલ દ્વારા 1 કરોડ 15 લાખ, ઓધવરામ ટ્રાન્સપોર્ટ દ્વારા 1 કરોડ 60 લાખનું ડિસ્ક્લોઝર જાહેર કરાયું હતું. રેયાણ રીસોર્ટના દસ્તાવેજો જપ્ત કરાયા હતા.

જામનગર . સોમવારેબપોરે પછી જામનગર આવકવેરા વિભાગના 20 અધિકારીઓના કાફલો શંકરટેકરી ઉદ્યોગનગર અને ફેસ-2માં એકમો ધરાવતી એક પેઢીમાં સરવેની કામગીરી અર્થે ત્રાટક્યો હતો. મંગળવારે સાંજે 3.50 કરોડનું ડીઝક્લોઝર જાહેર કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...