તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • AMTSના ડ્રાઇવર કન્ડક્ટર્સની હડતાળ બીજા દિવસે યથાવત્

AMTSના ડ્રાઇવર-કન્ડક્ટર્સની હડતાળ બીજા દિવસે યથાવત્

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એએમટીએસનાકોન્ટ્રાક્ટ પર કામ કરતા ડ્રાઇવર-કન્ડક્ટર્સની હડતાળ બીજા દિવસે પણ ચાલુ રહી હતી. મંગળવારે 850માંથી પહેલી શિફ્ટમાં 650 અને બીજી શિફ્ટમાં 560 બસ મૂકાઈ હતી. બીજા દિવસે પણ 250 બસનાં પૈડાં થંભી ગયાં હતાં. હડતાળનો ફાયદો ઉઠાવી રિક્ષાચાલકો મનફાવે તેમ ભાડું વસૂલી રહ્યાની ફરિયાદો થઈ રહી છે.

મુદ્દે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહે જણાવ્યું હતું કે, વારંવાર રીતે હડતાળ પાડી પ્રજાને બાનમાં લેતા કર્મચારીઓ સામે જરા પણ નમતું જોખવામાં નહીં આવે. તંત્રે પ્રજાને પણ આમાં સાથ સહકાર આપવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...