તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નિર્મળાબેનની હત્યા મહિલા, એક કુટુંબીએ કર્યાની શંકા

નિર્મળાબેનની હત્યા મહિલા, એક કુટુંબીએ કર્યાની શંકા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવરંગપુરામાંએચ. એલ. કૉલેજ નજીકની બૅન્ક ઓફ ઇન્ડિયા સોસાયટીના બંગલા નંબર-4માં એકલાં રહેતાં નિર્મળાબહેન શાહ (72)ની હત્યામાં પોલીસને 10 દિવસ બાદ મહત્ત્વની કડી મળી છે. વૃદ્ધાની હત્યા તેમના કુટુંબની એક વ્યક્તિ અને એક મહિલાએ કર્યાના ચોક્કસ તારણ સુધી પોલીસ પહોંચી છે, પરંતુ બંનેની ધરપકડ માટે ચોક્કસ પુરાવા કે હત્યાનું કારણ જાણી શકાયું નથી. આથી ક્રાઇમ બ્રાન્ચ તેમજ ઝોન-1 પોલીસની ટીમો તે દિશામાં કામે લાગી છે.

નિર્મળાબહેનની હત્યામાં લૂંટ કે મિલકતનો ઝગડો કારણભૂત હોવાનું પોલીસ માને છે. બંગલામાં ઘૂસેલી બે વ્યક્તિએ હત્યા કર્યાનું અનુમાન છે.

લૂંટનાઇરાદે હત્યા થયાની શક્યતા ઓછી છે : હત્યારાલૂંટ કરવા આવ્યા હોત તો તેમણે નિર્મળાબહેનની હત્યા કરી પૈસા-દાગીના માટે ઘરનો સરસામાન અને તિજોરી વેરવિખેર કર્યાં હોત, પરંતુ એક પણ વસ્તુ અસ્તવ્યસ્ત નહોતી. આટલું નહીં કબાટમાં મૂકેલી રૂ. 2 લાખની સોનાની પૌરાણિક માળા અને પાટલા પણ હત્યારા લઈ ગયા નહોતા.

10 દિવસ પછી ક્રાઇમ બ્રાન્ચને મળેલી કડી

નિર્મળાબહેનના શરીર ઉપર ઈજાના જેટલા પણ નિશાન હતા તે મૃત્યુ થાય તેવા ગંભીર હતા, પરંતુ સામાન્ય હતા. આવી ઈજા મહિલા કે અશક્ત વ્યક્તિ હુમલો કરે ત્યારે થાય છે. આટલું નહીં, પહેલાં નિર્મળાબહેનને કપાળ પર બોથડ પદાર્થનો ફટકો મરાયો હતો. ત્યાર બાદ બંને હાથના કાંડાની નસ અને પછી ગળા ઉપર ઘા મરાયો હતો. પ્રકારની ઈજા કોઈની હત્યા માટે નહીં પરંતુ બદલો લેવા માટે કરાઈ હોવાનું પોલીસનું માનવું છે.

હત્યારાપરિચિત હોવાની થીયરી કારણે મનાય છે

{હત્યારા પરિચિત હોવાથી નિર્મળાબહેને ઇન્ટરલૉક ખોલ્યું હશે. દરવાજાની બહાર 3 લૉકવાળી લોખંડની જા‌ળી છે, જે દરવાજો ખોલ્યા પછી અંદરથી ખૂલે બહારથી ખૂલે તેમ નથી.

{ ડ્રોઇંગ રૂમમાં નિર્મળાબહેનની લાશ મળી તેની આજુબાજુ ક્યાંય લોહીના ડાઘા નહોતાં.

{ બહારના કોઈ માણસની ફિંગર પ્રિન્ટ કે ફુટ પ્રિન્ટ બંગલામાંથી મળી નથી. પોલીસને ગેરમાર્ગે દોરવા કોમ્પ્યુટર સિસ્ટમની ચોરી કરાઈ હતી.

{ હત્યાની ઘટનાને લૂંટમાં ખપાવવા માટે નિર્મળાબહેના હાથમાંથી સોનાની 4 બંગડી અને કાનમાંથી હીરાની બુટ્ટીની ચોરી કરાઈ હતી.

{ શનિવારે રાતે 3.28 વાગ્યે નિર્મ‌ળાબહેનના મોબાઇલ ફોનનું છેલ્લું લોકેશન તેમના ઘરમાં બતાવતું હતું. ત્યાર બાદ ફોન સ્વિચ ઓફ હતો.

{ હજાર રૂપિયાનો નિર્મળાબહેનનો મોબાઇલ લુટારું શા માટે સ્વિચ ઓફ કરી લઈ ગયાω

માટે મહિલાની સંડોવણીની શંકા

અન્ય સમાચારો પણ છે...