તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મ્યુનિ.ના કોઇપણ અધિકારીને સાથે નહીં રખાય

મ્યુનિ.ના કોઇપણ અધિકારીને સાથે નહીં રખાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદને હેરિટેજ સિટી અંગે આજથી યુનેસ્કોનું ઇન્સ્પેક્શન

અમદાવાદશહેરને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવું કે નહીં તેના ઈન્સ્પેક્શન માટે યુનેસ્કોની ટીમ મંગળવારે સાંજે નવ વાગ્યે અમદાવાદ આવી પહોંચી હતી. તેમની સાથે દિલ્હીથી હેરિટેજ એક્સપર્ટસ પણ આવ્યા હતા. તાજ હોટલ ખાતે ટીમનું રોકાણ છે. બુધવારથી ગુરુવારની મોડી સાંજ સુધી મ્યુનિ.એ ડોઝિયરમાં ઐતિહાસિક વિરાસતો અંગે જે દાવો કર્યો છે તેનું ઈન્સ્પેક્શન થશે. ઈન્સ્પેક્શન દરમિયાન મ્યુનિ.કોર્પોરેશનના કોઈ પણ અધિકારી કે ટીમને સાથે રાખવામાં નહીં આવે તેમ મ્યુનિ.સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જે જે સ્થળો ડોઝિયરમાં દર્શાવવામાં આવ્યા છે તે તમામ 26 મોન્યુમેન્ટસની ચકાસણી થશે. 29મીએ સાંજે કોટ વિસ્તારમાં નાટક વખતે યુનેસ્કોની ટીમ સાથે મ્યુનિ.અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાશે. ઐતિહાસિક સ્થળોની આસપાસ બેસતા ફેરિયાઓને દૂર કરાયા છે.

યુનેસ્કોના એક અધિકારી ઈન્સ્પેકશન માટે અહીં આવ્યા હોવાનુ જાણવા મળ્યું છે. જો કે, તેમની સાથે આવેલા હેરિટેજ એક્સ્પર્ટસ પણ ચકાસણીમાં સાથે રહેવાના છે. મ્યુનિ.એ ડોઝિયરમાં જે દાવો કર્યો છે તેમાંથી કયા સ્થળોને તેઓ ચકાસણી કરવાના છે તે અંગેની સૂચિત કોઈ પણ યાદી યુનેસ્કો દ્વારા આપવામા આવી નથી. જો કે, મ્યુનિ.એ તમામ ઐતહાસિક સ્થાપત્યોની આસપાસ ગેરકાયદેસર દબાણો ઉપરાંત ફેરિયાઓ હટાવી દીધા છે. જયાં સુધી ટીમ જશે નહીં ત્યાં સુધી મ્યુનિ.દ્વારા તકેદારીના ભાગરૂપે અહીં ટીમોને એલર્ટ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...