તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કોઈ પણ પોલીસ સ્ટેશનની હદ માત્ર એક ક્લિક દૂર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોઈ પણ પોલીસ સ્ટેશનની હદ માત્ર એક ક્લિક દૂર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હવેપોલીસ સામાન્ય માણસને હદના મામલે ધક્કે નહીં ચડાવી શકે. ગૃહવિભાગે ‘નો યોર પોલીસ સ્ટેશન’(તમારા પોલીસ સ્ટેશનને જાણો) નામની એપ્લિકેશન લોન્ચ કરી છે. જીપીએસની મદદથી એપના આધારે ગુજરાતના ગમે તે ખૂણે ઊભા રહીને તે વિસ્તાર કયા પોલીસ સ્ટેશનની હદમાં છે તેનું નામ અને તેના લેન્ડ લાઈન નંબર 10 સેકન્ડમાં જાણી શકાશે. એપથી બે પોલીસ સ્ટેશન વચ્ચેના હદના વિવાદનો અંત આવશે.

બે પોલીસ સ્ટેશનની વચ્ચે કોઇ ઘટના બને ત્યારે બંને પોલીસ સ્ટેશનના અધિકારીઓ વચ્ચે વિવાદ થાય છે. ત્યારે સામાન્ય માણસ માટે તો તેને કયા પોલીસ સ્ટેશનમાં જવું તે જાણવું અઘરું બની ગયું હતું. જેથી પોલીસ અને સામાન્ય માણસ ઘટના સ્થળ ઉપર ઊભો રહીને તે જ્યાં ઊભો છે તે લોકેશન ગુજરાતના કયા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે તે જાણી શકે તે માટે ગૃહવિભાગે ‘નો યોર પોલીસ સ્ટેશન’ નામની એપ લોન્ચ કરી છે. મહત્વની વાત તો છે કે એપનો ઉપયોગ સામાન્ય માણસો કરતાં પોલીસ કર્મચારીઓ વધારે કરે છે.

તમને લાગુ પડતા પો.સ્ટે.ની વિગતો તુરંત જોવા મળશે

ત્યાર બાદ ગુજરાત પોલીસ ઇનિશિએટિવ પર ક્લિક કરો.

ગૃહ વિભાગની વેબસાઇટ ઓપન કરી એપ ડાઉનલોડ કરો.

એપ્લિકેશન કેવી રીતે કામ કરશે તે અંગની જરૂરી માહિતી

ટૂંક મયમાં અન્ય 5-6 એપ લોન્ચ કરાશે

^નો યોર પોલીસ સ્ટેશન એપ્લિકેશન જૂન મહિનાના અંતમાં લોન્ચ કરવામાં આવી છે. જોકે આગામી દિવસોમાં પ્રકારની અન્ય 5- 6 એપ લોન્ચ કરવાની યોજના છે. જેની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. આવી એપથી જનતાને ઘણો ફાયદો થશે. > મનોજઅગ્રવાલ, ગૃહસચિવ

લોકેશનથી પો. સ્ટેશન જવાશે

હાલમાં તો ‘નો યોર પોલીસ સ્ટેશન એપ’ની મદદથી ગુજરાતના ગમે તે ખૂણે ઊભા રહીને તે વિસ્તાર કયા પોલીસ સ્ટેશનની હદમાં છે તે જાણી શકાશે. પરંતુ આગામી દિવસોમાં ઘટના સ્થળેથી પોલીસ સ્ટેશન જવાનો રસ્તો પણ જાણી શકાય તેવી એપ લોન્ચ કરાશે.

10 સેકન્ડમાં સ્ક્રીનમાં દેખાશે

‘નો યોર એપ્લિકેશન’ જીપીએસ ચાલુ કરીને ઓપન કરશો તો તેમાં અક્ષાંશ-રેખાંશ લખેલુ આવશે. તેમાં ક્લિક કર્યા બાદ 10 સેકન્ડમાં સ્ક્રીનમાં આપ જે પણ જગ્યાએ હશો તે જગ્યા રાજ્યના કયા પોલીસ સ્ટેશનની હદમાં છે તેનું નામ અને લેન્ડ લાઈન નંબર આવી જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો