તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવરંગપુરામાં 8 જુગારી પકડાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવરંગપુરાનાતીર્થ એપાર્ટમેન્ટના એક મકાનમાં જુગાર રમતા આઠ વેપારીઓને પોલીસે પકડી તેઓ પાસેથી 3.12 લાખ રોકડા કબજે કર્યા હતા. પોલીસે રોકડ સહિત તમામ મુદ્દામાલ કબજે કરી અંગે વધુ તપાસ હાથધરી છે.

પોલીસને બાતમી મળી હતી કે નવરંગપુરાના તીર્થ એપાર્ટમેન્ટના મકાન નં.એ-43માં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસ દરોડ પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી આઠ વેપારીઓને પકડી પાડ્યા હતા. પકડાયેલા વેપારીઓમાં રશ્મિનભાઇ ઉર્ફે લાલભાઇ કાન્તિલાલ શાહ, ભદ્રેશ મનુભાઇ શાહ, રાજેશ ભરતભાઇ શાહ, મયૂરભાઇ નવીન દેસાઇ, દિનેશ નવીનચંદ્ર જૈન, પારસ ભૂરાલાલ શાહ, મનોજ તુલસીરામ અગ્રવાલ અને હર્ષદ નગીનદાસ વોરાનો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી રોકડા 3.12 લાખ કબજે કર્યા હતા. ઉપરાંત નવ જેટલા મોબાઇલ ફોન સહિત કેટલોક મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસના દરોડાથી આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો