તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દૈનિક 510 એપાઈન્ટમેન્ટ થતાં વિવાદ થયો હતો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દૈનિક 510 એપાઈન્ટમેન્ટ થતાં વિવાદ થયો હતો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
RTOએ કાચા લાઈસન્સની એપોઇન્ટમેન્ટ વધારી 700 કરી

સુભાષબ્રિજઆરટીઓમાં કાચા લાઈસન્સની એપોઇન્ટમેન્ટમાં ઘટાડો કરી કંપનીએ મનમાની કરી હોવાની વારંવાર ફરિયાદો કરવા છતાં કોઇ પગલાં ભરાતા નહતાં. તાજેતરમાં આરટીઓ અને એઆરટીઓએ તપાસ કરી કાચા લાઈસન્સની એપાઇન્ટમેન્ટ રોજની 510થી વધારી 700 કરવાનો નિર્ણય કર્યો હતો. જેનો અમલ શરૂ થઇ ગયો છે. ઉપરાંત ફેક એપોઇન્ટમેન્ટવાળા એજન્ટો પકડાય તો પોલીસ કાર્યવાહીનો પણ નિર્ણય કરાયો છે.

ટૂ વ્હીલર અને કારના કાચા લાઈસન્સમાં રોજની 510 એપોઈન્ટમેન્ટ હતી. જેની સામે અરજદારોની સંખ્યા વધુ હોવાથી લોકોને સવા મહિના સુધી એપોઇન્ટમેન્ટ મળતી નહીં હોવાની ફરિયાદો ઉઠતી હતી.

એઆરટીઓ ડી.એચ. યાદવે જણાવ્યું હતું કે રિન્યૂ અને ડુપ્લિકેટ લાઈસન્સમાં રોજની 450 અરજીઓનો નિકાલ થાય છે. ઉપરાંત હેવી લાઈસન્સનો બપોર 3થી 4 વાગ્યા સમયગાળામાં નિકાલ કરાશે. જેમાં રોજની 75થી 100 અરજીઓનો નિકાલ થાય છે. આમાં પણ વધારો થાય તેવા પ્રયાસ ચાલી રહ્યા છે. જ્યારે પાકા લાઈસન્સ માટે કારના ટેસ્ટ ડ્રાઇવના એપોઇન્ટમેન્ટની કેપેસિટી રોજની 234 છે. જે મુજબ રોજની એપોઇન્ટમેન્ટ નોંધાય પણ છે.

ટ્રેકમાં નાપાસ થનારે બધા ટેસ્ટ આપવા પડશે

ટ્રેકનીઅંદર 50 ટકા નાપાસ થાય છે. જેની પાછળ કારણ અરજદારોમાં ભય હોવાનું મનાય છે. ભય દૂર કરવા માટે ટ્રેકની અંદર ટેસ્ટના નિયમમાં સામાન્ય ફેરફાર કરાયો છે. જે મુજબ હવે નાપાસ થનાર અરજદારે તમામ ટેસ્ટ પૂરા કરવાના રહેશે. જેથી કરીને ફરી ટેસ્ટ આપતી વખતે તેને કોઇ ભય રહે નહીં. અત્યાર સુધી હીલ, રિવર્સ એસ,પાર્કિંગ બોક્સ અને ઇંગ્લિશ આઠ પૈકી એકમાં નાપાસ થાય તો અરજદારને ટ્રેકની બહાર કાઢી મૂકવામાં આવતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો