Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મ્યુનિ.માં ત્રણ મહિને પણ પ્લાન પાસ થતો નથી
અમદાવાદમ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્લાન પાસ કરવાના મુદ્દે વિલંબનો મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. ઓઢવમાં ઈન્ડસ્ટ્રીયલ માટે એક બિલ્ડરે ત્રણ મહિનાથી પ્લાન મૂક્યો હોવા છતાં વાંધાઓ નિકાલ કરવાના બહાને તેમના પ્લાન પાસ કરવામાં આવતા નહીં હોવાનું જાણવા મળ્યું છે.
સામાન્ય રીતે, બાનાખતના આધારે મળેલા વાંધાના આધારે પ્લાન પાસ થતો અટકાવી શકાય નહીં છતાં કિસ્સામાં જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ કારણસર વાંધાઓના અાધારે પ્લાન પાસ કરતા નથી.
વસ્ત્રાલની ટી.પી.સ્કીમ 112 ના રેવન્યૂ સરવેમાં તૈયાર થનારી સ્કીમના બિલ્ડરે પ્લાન મૂક્યા છે. જેની સામે ગ્યાસપુરના શનાભાઈ ભરવાડે વાંધો લીધો છે.
અગાઉ તેમણે કલેક્ટરાલયમાં જગ્યાની પ્રીમિયમ અને એન.એની ફાઈલ મૂકી ત્યારે પણ તેમણે રજૂ કરેલો વાંધો ફગાવી દેવાયો હતો.
હવે પ્લાન પાસમાં વાંધો મૂક્યો છે તેને સાંભળવા માટે જવાબદાર અધિકારીઓ દ્વારા સમય કાઢવામાં આવે છે. આવા અન્ય કિસ્સાઓ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બનવાના કારણે બિલ્ડરોને મોટા પાયે નુકસાન થાય છે.