તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આર્ટ ઓફ લિવિંગ ગુરુપૂર્ણિમાને પર્યાવરણ દિવસ તરીકે મનાવશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આર્ટ ઓફ લિવિંગ ગુરુપૂર્ણિમાને પર્યાવરણ દિવસ તરીકે મનાવશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુરુપૂર્ણિમાનુંપર્વ શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરણાથી આર્ટ ઓફ લિવિંગ સંસ્થા પર્યાવરણ દિવસ તરીકે ઊજવી રહી છે. નિમિતે પોલિથિનનો પ્રયોગ બિલકુલ કરવા અંગેની તથા રિસોર્સ રિસાઈકલની પ્રતિજ્ઞા સંસ્થાના સ્વયંસેવકોએ કરી છે.

ઉલ્લેખનીય છે કે પોલિથિનનું જ્યારે દહન કરવામાં આવે છે. ત્યારે તેમાંથી ડાયોક્સિન ઉત્પન્ન થાય છે. માત્ર પીપીબીની માત્રા જેટલું ડાયોક્સિન કૅન્સર જેવા રોગોને નોતરે છે. આવી હાનિકારક પ્રક્રિયાઓનો સંપૂર્ણ બહિષ્કાર અને વધુને વધુ વૃક્ષો રોપવાનો સંકલ્પ સંસ્થાએ કર્યો છે. શ્રી શ્રી રવિશંકરજીએ જણાવ્યું હતું કે, જેમ ગુરુપૂર્ણિમા ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે, તેમ પ્રકૃતિ પ્રત્યે, પર્યાવરણ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે, કારણ ગુરુ તત્વ પ્રકૃતિમાં લય પામેલું છે.

“જીવન દાતા વૃક્ષોનું ઉચ્છેદન કરવું યોગ્ય નથી. આમ કરવાથી આહાર શ્રેણી ( ચેઈન) તૂટી જાય છે તથા સૃષ્ટિનો અંત થાય છે.” શાસ્ત્રોમાં લખ્યું છે કે વૃક્ષને કાપતાં પહેલાં તેની સમક્ષ જઈ, ઉચ્છેદન માટેની અનુમતિ માંગીને, એક વૃક્ષની સામે પાંચ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવો જોઈએ તથા તે સંકલ્પ ને તરત પૂર્ણ કરવો જોઈએ. પ્રકૃતિ અને પર્યાવરણનું સન્માન ગુરુ તત્વનું સન્માન.

ગુરુપૂર્ણિમા વિશ્વ પર્યાવરણ દિવસ તત્વ કે જે અજન્મા, અનંત, નિત્ય અને શુદ્ધ છે, જે સત્ય અને પરમ આનંદ સ્વરૂપ છે, તે ગુરુ તત્વ છે. ગુરુ તત્વ પ્રકૃતિનાં અન્ય પંચ તત્વોની જેમ સર્વ વ્યાપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો