તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્રત-તહેવારમાં સૂકામેવા મોંઘા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગૌરીવ્રતનાપર્વ ચાલી રહ્યા છે ત્યારે કુંવારિકાઓને ગૌરી વ્રતને મોંઘવારી નડી છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે શહેરમાં સૂકામેવાની માંગમાં છેલ્લા 5 વર્ષમાં 25 ટકા જેટલો વધારો થતા ભાવમાં વધ્યા છે.

વર્ષોથી સૂકામેવાની વસ્તુઓનો મોટા પાયે વેપાર કરતા કાલુપુરના કમલ નંદવાણીએ જણાવ્યું હતું કે કાજુના ભાવોમાં 15 ટકા અને અખરોટના ભાવોમાં 12 ટકા જેટલો વધારો થયો છે. અન્ય વેપારીએ કહ્યું હતું કે, હોટલ ઇન્ડસ્ટ્રીમાં કાજુનો વપરાશ શાકથી લઇને તમામ વસ્તુઓમાં થવાના કારણે વપરાશમાં વધારો ચોક્કસ થયો છે. બીજી તરફ બહારથી આવતા કાજુ સસ્તા હોવાથી તેના પર સરકાર દ્વારા 10 ટકા ડ્યૂટી લગાવાઈ છે. જ્યારે બદામ રૂ.900, કાજુ રૂ. 1000, અખરોટ રૂ. 700, દ્રાક્ષ રૂ. 500 અને પિસ્તા રૂ. 900 પ્રતિ કિલોએ પહોંચી જતાં દીકરીઓ માટે સૂકામેવાની જગ્યાએ ખજૂર લાવવી પડે છે, તેમ મંજુલાબહેન રામાણી નામના એક ગૃહિણીએ વ્યથિત હૃદયે કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો