તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 3.70 લાખની ચોરી કરનારી ઘરઘાટી વૃદ્ધાની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3.70 લાખની ચોરી કરનારી ઘરઘાટી વૃદ્ધાની ધરપકડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવરંગપુરામુસ્લિમ સોસાયટીમાં આવેલા એમ સ્ક્વેરમાં રહેતા ખેડૂતના ઘરમાંથી 10 તોલા વજનની સોનાની રજવાડી ચેઈન તેમજ 2 તોલાનું પેંડલ મળીને કુલ રૂ.3.70 લાખના દાગીનાની ચોરી કરનાર તેમના ઘરમાં કામ કરવા આવતી 60 વર્ષની મહિલાની પોલીસે ધરપકડ કરી છે.

એમ સ્ક્વેરમાં રહેતા નઈમખાન મહેમૂદખાન પઠાણ(30) ગાંગડ ગામે ખેતીવાડી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે તેમના ઘરે લાંબા સમયથી ખેરૂનિશા ઉર્ફે રેશ્માબહેન નાસિરમિંયા શેખ(60)ઘર કામ કરવા આવતાં હતાં. રમજાન મહિનો હોવાથી નઈમખાને તા.30 જૂનના રોજ તેમની રજવાડી ચેઈન,બે વીંટી અને લકી કાઢીને તિજોરીના લોકરમાં મૂક્યા હતા. જો કે તા.9 મીના રોજ ખેરૂનિશા કશું પણ કહ્યા વગર કામ કરવા આવી હતી. જેથી નઈમખાનને શંકા જતા તેમણે તિજોરી ખોલીનું જોયું તો તેમની બે વીંટી અને લકી હતા.પરંતુ રજવાડી ચેઈન અને પેંડલ મળીને રૂ.3.70 લાખના દાગીના હતા.જો કે બીજા દિવસે ખેરૂનિશા કામ ઉપર આવતા તેને પૂછતાં તેણે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.પરંતુ તેની પાસેથી દાગીના મળ્યા હતા. જેથી અંગે નઈમે તા.16 જુલાઇના શનિવારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ખેરૂનિશાની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો